Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટી બહેનના ઘરે રહેતી નાની બહેનની આત્મહત્યા:પ્રેમસંબંધમાં નિષ્ફળતા મળતા અંતિમ પગલું ભર્યાની આશંકા, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

    15 hours ago

    મૂળ ઉત્તરપ્રદેશની વતની અને છેલ્લા કેટલાક સમયથી સુરતમાં પોતાની મોટી બહેનના ઘરે રહેતી 18થી 19 વર્ષની પલક વાડમ (સંજુ) નામની યુવતીએ પોતાના રૂમમાં શંકાસ્પદ સંજોગોમાં આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું છે. ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે યુવતીના મૃતદેહને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ પરિવારજનોએ આ મોત પાછળ કોઈ ગંભીર કારણ હોવાની આશંકા વ્યક્ત કરી ઊંડાણપૂર્વકની તપાસ માટે માંગ કરી છે. મૃતક પલકની સગી મોટી બહેને વિગતો આપતા જણાવ્યું હતું કે, ઘટનાની રાત્રે બધું જ સામાન્ય હતું અને ઘરમાં કોઈ જ તણાવ નહોતો. તે સાંજે 7:30 વાગ્યે કામ પરથી પરત ફરી ત્યારે પલક ખૂબ જ ખુશ દેખાતી હતી. બંને બહેનોએ રાત્રે સાથે મળીને રસોઈ બનાવી હતી, જેમાં પલકે પોતે ઉત્સાહભેર ઈંડાની વાનગી બનાવી આખા પરિવારને ખવડાવી હતી. રાત્રે 11:00 વાગ્યા સુધી બંને બહેનોએ ખૂબ મસ્તી-મજાક કરી હતી. ત્યારબાદ પલકે તેના દીદી અને જીજુને કહ્યું કે, "તમે જમી લીધું હોય તો હું નીચે સફાઈ કરવા જાઉં છું અને હમણાં રૂમમાં સૂવા માટે જાઉં છું". બહેનના જણાવ્યા મુજબ પલક રોજની જેમ જ સામાન્ય રીતે નીચે ગઈ હતી, જેથી કોઈને કોઈ અનિચ્છનીય ઘટનાની શંકા ગઈ નહોતી. રૂમની બારીમાંથી જોતા પલક ગળેફાંસો ખાઘેલી હાલતમાં જોવા મળી પરિવારના જણાવ્યા અનુસાર, આપઘાતની આ ઘટનાની જાણ વહેલી સવારે થઈ હતી. મૃતકના જીજુ (બનેવી) વહેલી સવારે અંદાજે 4:00 વાગ્યે શૌચક્રિયા માટે ઊઠ્યા ત્યારે અચાનક તેમની નજર પલકના રૂમની ખુલ્લી બારી પર પડી હતી. અસમયે બારી ખુલ્લી જોઈને તેમને શંકા જતાં તેમણે બારીમાંથી અંદર જોયું તો તેમના હોશ ઊડી ગયા હતા. પલક અંદર ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી હતી. તેમણે તાત્કાલિક પોતાની પત્નીને જગાડી અને આસપાસના લોકોને એકઠા કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ પાડોશીઓ પણ દોડી આવ્યા હતા. આસપાસના લોકોએ પરિવારને એક ચોંકાવનારી માહિતી આપી હતી કે, મોડી રાત્રે પલક પોતાના ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી અને વાત કરતાં કરતાં તે ખૂબ જ રડી રહી હતી, જેના કારણે આ આખો મામલો કોઈના માનસિક દબાણ તરફ ઈશારો કરે છે. પ્રેમ પ્રકરણમાં દગો અને લગ્નની વાતોથી યુવતી ડિપ્રેશનમાં હોવાની આશંકા મૃતકની બહેને ખુલાસો કર્યો કે, છેલ્લા 1 અઠવાડિયાથી પલકના ચહેરા પર ઉદાસી જોવા મળતી હતી. તે જ્યારે પણ ધાબા પર કે અન્ય જગ્યાએ ફોન પર વાત કરતી ત્યારે તેનો ફોન સતત વ્યસ્ત આવતો હતો. બહેને જ્યારે તેને પૂછ્યું ત્યારે તેણે કંઈ પણ હોવાનો ઈનકાર કર્યો હતો. જોકે, પરિવારે આશંકા વ્યક્ત કરી છે કે પલક કોઈ સગા-સંબંધીમાં જ આવતા એક યુવક સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધમાં અથવા સંપર્કમાં હતી. તાજેતરમાં જ તે યુવકના અન્ય જગ્યાએ લગ્ન નક્કી થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ કારણે પલક છેલ્લા 2 થી 3 દિવસથી ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનમાં સરી પડી હતી. યુવકે તેને દગો આપ્યો હોવાથી અથવા લગ્નની ના પાડી દીધી હોવાના કારણે અત્યંત આઘાતમાં આવીને પલકે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પરિવાર મક્કમપણે માની રહ્યો છે. ગરીબ પરિવારની ન્યાય માટે આજીજી અને પોલીસ તપાસ આ કરુણ ઘટનાથી પલકનો પરિવાર સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે. મૃતકની બહેને રડતાં રડતાં જણાવ્યું કે, તેની માતા હજુ 2 દિવસ પહેલાં જ વતન ગામડે ગઈ છે અને પરિવાર ભૂતકાળમાં પણ આવી જ 1 બહેન ગુમાવી ચૂક્યો છે. પલક ઘરમાં રહીને બહેનના 2 નાના બાળકોની સંભાળ રાખતી હતી, જેના કારણે તેની બહેન બહાર કામ પર જઈ શકતી હતી અને ઘરનું ગુજરાન ચાલતું હતું. પલકના મોતથી આ ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીઓએ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારે પોલીસ સમક્ષ પલકના મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ રેકોર્ડ્સ (CDR) તપાસવાની અને જે પણ યુવકના કારણે તેણે આ પગલું ભર્યું છે તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી ન્યાય અપાવવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મોહરમ-રથયાત્રા પૂર્વે પોલીસનું સતત બીજા દિવસે ફૂટ પેટ્રોલિંગ:ભાવનગર જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું
    Next Article
    વાઘ નદીનો બ્રિજ જોખમી, વાહનવ્યવહાર બંધ:વલસાડમાં 15 ઓક્ટોબર, 2026 સુધી ડાયવર્ઝન અમલમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment