Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોહરમ-રથયાત્રા પૂર્વે પોલીસનું સતત બીજા દિવસે ફૂટ પેટ્રોલિંગ:ભાવનગર જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું

    14 hours ago

    આગામી મહોરમ અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ ભાવનગર પોલીસ સતત બીજા દિવસે પણ એક્શન મોડમાં જોવા મળી હતી. જિલ્લા પોલીસવડા ડો. નિતેષ પાંડેય, સિટી ડીવાયએસપી સહિત શહેરના પાંચેય ડિવિઝનના પીઆઇઓએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં એરીયા ડોમીનેશન અને ફૂટ પેટ્રોલિંગ કરી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્તની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા પોલીસ તંત્ર સતર્ક ભાવનગરમાં આગામી મહોરમ અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાના તહેવારોને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. આ સંદર્ભે આજરોજ જિલ્લા પોલીસવડા ડો. નિતેષ પાંડેય, નાયબ પોલીસ અધિક્ષક આર.આર. સિંધાલ સહિતના પોલીસ અધિકારીઓ રથયાત્રાના નિર્ધારિત રૂટ પર પહોંચ્યા હતા અને સમગ્ર માર્ગનું નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓનું ફૂટ પેટ્રોલિંગ શહેરના સંવેદનશીલ અને ભીડભાડવાળા વિસ્તારોમાં એરીયા ડોમીનેશન અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગમાં નિલમબાગ, ઘોઘારોડ, બોરતળાવ, ગંગાજળિયા અને ભરતનગર પોલીસ મથકોના પીઆઇ, પીએસઆઇ, સર્વેલન્સ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. સાથે જ તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો નિર્ભય વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ ચુસ્ત બંદોબસ્તની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    'ડ્રગ્સ નાબૂદી અભિયાન'ને વેગ આપવા પોલીસ સતર્ક:વડોદરાના તમામ પોલીસ સ્ટેશનોમાં NDPS ટીમોની રચના કરાઈ, નશા સંબંધિત કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવામાં આવશે
    Next Article
    મોટી બહેનના ઘરે રહેતી નાની બહેનની આત્મહત્યા:પ્રેમસંબંધમાં નિષ્ફળતા મળતા અંતિમ પગલું ભર્યાની આશંકા, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment