Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ડ્રગ્સ નાબૂદી અભિયાન'ને વેગ આપવા પોલીસ સતર્ક:વડોદરાના તમામ પોલીસ સ્ટેશનોમાં NDPS ટીમોની રચના કરાઈ, નશા સંબંધિત કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવામાં આવશે

    12 hours ago

    વડોદરા શહેરને નશામુક્ત બનાવવા અને નશીલા પદાર્થોના વેચાણ-વપરાશ પર કડક અંકુશ લાવવાના ઉદ્દેશ્ય સાથે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં પ્રતાપનગર પોલીસ મુખ્ય મથકના તાલીમ કેન્દ્ર ખાતે વિશેષ બેઠક અને ડ્રગ્સ નાબૂદી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓ તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરમાં વધતી નાર્કોટિક્સ સંબંધિત પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ કમિશ્નર દ્વારા “ડ્રગ્સ નાબૂદી અભિયાન” અંતર્ગત શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં ખાસ NDPS ટીમોની રચના કરવામાં આવી છે. તાલીમ દરમિયાન એનડીપીએસ એક્ટ હેઠળની જોગવાઈઓ, તપાસની પ્રક્રિયા, સર્ચ અને સીઝરની કાર્યવાહી, એફઆઈઆર નોંધવાથી લઈને ચાર્જશીટ દાખલ કરવા સુધીની કાયદાકીય પ્રક્રિયા અંગે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ વિભાગના જણાવ્યા મુજબ તાલીમનો મુખ્ય હેતુ શહેરમાંથી ડ્રગ્સનું સંપૂર્ણ ઉન્મૂલન કરવું, નાર્કોટિક્સના ધંધા સાથે સંકળાયેલા તત્વો સામે પરિણામલક્ષી કાર્યવાહી કરવી તેમજ યુવા પેઢીને નશાની લતથી દૂર રાખવાનો છે. વર્ષ 2025 દરમિયાન વડોદરા શહેરમાં એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 48 ગુનાઓ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2026માં અત્યાર સુધીમાં 11 ગુનાઓ નોંધાયા છે. જેમાં ગાંજો અને હાઈબ્રિડ ગાંજાના 9, ચરસનો 1 અને કોડીનયુક્ત કફ સિરપનો 1 કેસનો સમાવેશ થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર નશાના દુષણને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે અને એનડીપીએસ એક્ટ હેઠળ નશીલા પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વપરાશ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે નશા સંબંધિત કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવાની સાથે પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક અને પ્રતિબદ્ધ છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર એ જણાવ્યું હતું કે, નશામુક્ત વડોદરા અભિયાનના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ મુખ્યત્વે ત્રણ દિશામાં કામ કરી રહી છે. સમગ્ર શહેરમાં જુદા-જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કડક પેટ્રોલિંગ અને તપાસ કરવામાં આવે છે. ઇન્ટેલિજન્સ એકત્રિત કરીને, રેડ અને સર્ચ ઓપરેશન દ્વારા ગુનેગારો સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવે છે. આ ઉપરાંત જે લોકો નશાની લતથી પ્રભાવિત કે એડિક્ટેડ થઈ ગયા છે, તેમને યોગ્ય સારવાર આપીને રીહેબિલિટેટ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. તો આ દૂષણ સામે સમગ્ર શહેરમાં જનજાગૃતિ અભિયાન ચલાવીને લોકોનો સાથ-સહકાર મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આપણી SOG એ એક કેસ કર્યો છે. જેમાં કોડીન જેવા માદક પદાર્થો વેચતા આરોપીને પકડી પાડીને 1 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અમારો મુખ્ય પ્રયાસ એ રહેશે કે, વડોદરા શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ આ બાબતે સતત જાગૃત રહે. કાયદાની કાર્યપદ્ધતિ, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અને ઓપરેશનલ પ્રિપેર્ડનેસ સાથે દરેક પોલીસ સ્ટેશનની ટીમો સુસજ્જ થઈને કાર્યરત રહે તે જરૂરી છે. તેમના વિસ્તારોમાં આવતા હોટસ્પોટ્સ, સક્રિય ગુનેગારો, કેરિયર્સ અને ડ્રગ્સની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ક્રિમિનલ્સ પર સખત નજર રાખવામાં આવશે. ઇન્ટેલિજન્સના આધારે સર્ચ, સીઝર અને FIR દાખલ કરીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ જણાવ્યું હતું કે, આ જ વ્યૂહરચનાના ભાગરૂપે આજે અમે તમામ DCP, ACP, થાણા અમલદારો અને બ્રાન્ચના ઇન્સ્પેક્ટર/સબ-ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ માટે એક ખાસ વર્કશોપ રાખ્યો છે, જેથી તેઓને કાયદાકીય અને ઓપરેશનલ બાબતોની વિસ્તૃત જાણકારી આપી શકાય. આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં ડ્રગ એન્ફોર્સમેન્ટ અંગે વધુ કડક કાર્યવાહી જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડને 3 નવી સરકારી માધ્યમિક શાળાઓની મંજૂરી:વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર અને સુલભ શિક્ષણની વધુ સારી તકો મળશે
    Next Article
    મોહરમ-રથયાત્રા પૂર્વે પોલીસનું સતત બીજા દિવસે ફૂટ પેટ્રોલિંગ:ભાવનગર જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment