Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પ બોલ્યા- નોર્વેથી કોઈને અમેરિકામાં આવવા નહીં દઉં:ગાળો પણ દીધી; નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાથી નારાજ

    2 days ago

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા અંગે ફરી એકવાર નારાજગી વ્યક્ત કરી છે. નોર્વેને ગાળો આપતાં તેમણે કહ્યું કે હવે તેઓ ત્યાંના લોકોને અમેરિકામાં આવવા દેશે નહીં. રવિવારે મિશિગનના પોર્ટ હ્યુરોનમાં યોજાયેલી એક ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પે આ વાત કહી હતી. આ પહેલાં ટ્રમ્પ હૈતી અને સોમાલિયા જેવા દેશો માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી ચૂક્યા છે. હાલમાં તેમણે લિબિયા માટે પણ આવા જ શબ્દો કહ્યા હતા, જેના પર ત્યાંની સરકારે વિરોધ વ્યક્ત કર્યો હતો. ટ્રમ્પે 8 યુદ્ધો બંધ કરાવવાનો દાવો કર્યો ટ્રમ્પ લાંબા સમયથી દાવો કરતા આવ્યા છે કે તેમણે દુનિયામાં શાંતિ માટે અનેક મોટાં કામ કર્યાં છે અને તેથી તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ હતો. ટ્રમ્પે રેલીમાં કહ્યું કે તેમણે 8 યુદ્ધો બંધ કરાવ્યાં છે અને ઈરાન ઉપરાંત રશિયા-યુક્રેન યુદ્ધને લઈને પણ શાંતિ માટે આગળ કામ કરવાની વાત કરી. આ મહિનાની શરૂઆતમાં પણ ટ્રમ્પે નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાને નોર્વે પર એવો ડાઘ ગણાવ્યો હતો, જે ક્યારેય નહીં ભૂંસાય. શાંતિ પુરસ્કાર નોર્વેની સરકાર આપતી નથી નોબેલ શાંતિ પુરસ્કારને લઈને ટ્રમ્પની નારાજગી વચ્ચે એક મહત્ત્વની વાત એ છે કે આ પુરસ્કાર અંગેનો નિર્ણય નોર્વેની સરકાર કરતી નથી. વિજેતાની પસંદગી સ્વતંત્ર નોર્વેજિયન નોબેલ સમિતિ કરે છે. આ સમિતિમાં પાંચ સભ્યો હોય છે, જેમની નિમણૂક નોર્વેની સંસદ કરે છે. નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાર સ્ટોર અગાઉ પણ ટ્રમ્પને આ વાત સમજાવી ચૂક્યા છે કે પુરસ્કાર અંગેનો નિર્ણય સરકાર કરતી નથી. ટ્રમ્પ 2018થી નોબેલ શાંતિ પુરસ્કારની માંગ કરી રહ્યા છે ટ્રમ્પ માટે નોબેલ શાંતિ પુરસ્કારની માંગ કોઈ નવી વાત નથી. ઓક્ટોબર 2018માં એક કાર્યક્રમમાં ટ્રમ્પે નોબેલ શાંતિ પુરસ્કારનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેમને કદાચ આ પુરસ્કાર ક્યારેય નહીં મળે, ભલે તેઓ ઉત્તર કોરિયા અને સીરિયામાં શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય. ત્યાર બાદ ફેબ્રુઆરી 2019માં તેમણે ખુલ્લેઆમ પોતાની દાવેદારી રજૂ કરી. તેમણે કહ્યું કે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ તેમને નોબેલ માટે નામાંકિત કર્યા છે, પરંતુ મને નથી લાગતું કે હું તેને ક્યારેય જીતી શકીશ. 2019માં એક પાકિસ્તાની પત્રકારના સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે જો પુરસ્કાર નિષ્પક્ષ રીતે આપવામાં આવે તો તેમને લાગે છે કે તેમને અનેક બાબતો માટે નોબેલ પુરસ્કાર મળશે. 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન પણ ટ્રમ્પે નોબેલનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે પોતાની તુલના કરતાં તેમણે કહ્યું હતું કે જો ઓબામાને આ પુરસ્કાર મળી શકે છે, તો તેમને પણ મળવો જોઈએ. જુલાઈ 2025માં નૉર્વેના નાણામંત્રી જેન્સ સ્ટોલ્ટેનબર્ગ સાથે ફોન પર વાતચીત દરમિયાન ટ્રમ્પે નોબેલ પુરસ્કાર મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ માહિતી નૉર્વેના એક અખબારના અહેવાલને ટાંકીને સામે આવી હતી. ----------------------------- આ સમાચાર પણ વાંચો… ટ્રમ્પની 'ચાલ' બ્રાઝિલમાં નિષ્ફળ:80 વર્ષના લુલાએ ટ્રમ્પની છાવણીને ધૂળ ચાટતી કરીને ચોથી વખત બ્રાઝિલના રાષ્ટ્રપતિ બન્યા; કહ્યું- બ્રાઝિલ અમેરિકાની કઠપૂતળી નહીં બને બ્રાઝિલની રાજનીતિમાં એક ઐતિહાસિક અને રોમાંચક ઉલટફેર જોવા મળ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખુલ્લા સમર્થન અને ભારે દબાણ છતાં, 80 વર્ષના લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ અદ્ભુત પુનરાગમન કરીને ચોથી વખત બ્રાઝિલની સત્તા હાંસલ કરી લીધી છે. પ્રથમ તબક્કાના મતદાનમાં ટ્રમ્પ સમર્થિત બોલ્સોનારો પરિવાર સામે પરાજયના આરે ઉભેલા લુલાએ બીજા જ તબક્કામાં બાજી પલટીને ટ્રમ્પની આખી 'અમેરિકી ચાલ' પર પાણી ફેરવી દીધું છે. જીત બાદ ગર્વભેર એલાન કરતા લુલાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, બ્રાઝિલ કોઈની કઠપૂતળી નથી અને તે પોતાના નિર્ણયો લેવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    'રામાયણ'માં કવ્વાલી અને સૂફી ધૂન!:રામ-સીતા વિવાહ પર બનેલા 'મંગલ રંગ' ગીતને લઈને વિવાદ, યુઝર્સે એઆર રહેમાનની આકરી ટીકા કરી
    Next Article
    શેઠ સી.એન. વિદ્યાલયમાં વિદ્યાર્થીને લાફો મારનાર શિક્ષક સસ્પેન્ડ:શાળાએ પ્રાથમિક તપાસ રિપોર્ટ પણ સોંપ્યો, હવે શિક્ષણ નિરીક્ષક સ્થળ તપાસ કરી રિપોર્ટ DEOને સોંપશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment