Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ભૂતિયા સ્કૂલ બંધ કરાવવા કોંગ્રેસની માંગ:ન્યૂ ફ્લોરા સ્કૂલ સ્થળ ફેરફારની મંજૂરી વિના રહેણાંક મકાનમાં ધમધમતી હોવાનો આક્ષેપ, DEO એ તપાસ કમિટી રચી

    3 days ago

    રાજકોટમાં RTE (રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે પૈસા લેવાના મામલે ચર્ચામાં આવેલી પેડક રોડ પરની ન્યૂ ફ્લોરા સ્કૂલ વધુ એક વિવાદમાં ફસાઈ છે. ગત TRP ગેમઝોન અગ્નિકાંડ વખતે ફાયર NOC અને BU (બિલ્ડીંગ યુઝ) પરમિશન ન હોવાને કારણે સીલ કરી દેવામાં આવેલી આ સ્કૂલ બાજુમાં જ રહેણાત મકાનમાં ધમધમતી હોવાનો પુરાવાઓ સાથેનો આક્ષેપ સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂત દ્વારા કરવામાં આવ્યો છે. તેમની રજૂઆત બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાં તપાસ સમિતિ રચવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઝોનલ પ્રવક્તાએ DEO દીક્ષિત પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગે જે સ્થળ માટે ન્યૂ ફ્લોરા શાળાને મંજૂરી આપી હતી તે બિલ્ડિંગને TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાએ ફાયર એનઓસી અને બિલ્ડિંગ યુઝ પરમિશનના અભાવે સીલ કરી દીધું હતું. તેમ છતાં શાળા સંચાલકોએ જિલ્લા શિક્ષણ વિભાગ પાસેથી સ્થળફેરની મંજૂરી લીધા વગર જ અન્ય એક રહેણાંક મકાનમાં શાળા શરૂ કરી દીધી છે તેવી માહિતી મળી છે જેથી તેની તપાસ કરવી અતિ આવશ્યક છે. રજૂઆતમાં જણાવ્યું હતું કે, જો સ્થળ ફેરફારની પૂર્વ મંજૂરી વિના અન્ય સ્થળે શાળા ચલાવવામાં આવી હોય તો તે શિક્ષણ વિભાગના નિયમો અને શાળાની માન્યતાની શરતોનો ગંભીર ભંગ છે. આવા કિસ્સામાં શાળાની માન્યતા રદ કરવા સહિત જવાબદાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની પણ જોગવાઈ છે. છતાં આજદિન સુધી કોઈ કડક કાર્યવાહી ન થતાં અનેક સવાલો ઊભા થયા છે.મહાનગરપાલિકા દ્વારા સીલ કરાયેલા બિલ્ડિંગમાં હાલમાં પ્રી-સ્કૂલ શરૂ કરવામાં આવી હોવાની પણ માહિતી મળી છે. જો સીલ કરાયેલા સ્થળે ફરી શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હોય તો બિલ્ડિંગ યુઝ પરમિશન, ફાયર એનઓસી અને અન્ય કાયદાકીય મંજૂરીઓની પણ તપાસ થવી જરૂરી છે. આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા મહાનગરપાલિકાને જાણ કરી સંયુક્ત તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. તેમણે રજૂઆત સાથે બંને સ્થળોના મોબાઇલ વીડિયો પણ જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. જેમાં એક વીડિયો સીલ કરાયેલા બિલ્ડિંગમાં ચાલતી પ્રી-સ્કૂલનો તથા બીજો વીડિયો અન્ય રહેણાંક મકાનમાં ચલાવવામાં આવતી શાળાનો હોવાનું જણાવાયું છે. રજૂઆતમાં આ બંને સ્થળોની તાત્કાલિક સ્પોટ વેરિફિકેશન કરી હકીકતો જાહેર કરવા માંગ કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે અગાઉ RTE મુદ્દે રજૂઆત થયા બાદ પણ શિક્ષણ વિભાગે માત્ર તપાસની ખાતરી આપી હતી પરંતુ જો મંજૂરી વગર અન્ય સ્થળે શાળા ચાલતી હોવા છતાં વિભાગ અજાણ રહ્યો હોય તો તે તપાસની કાર્યક્ષમતા સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. તેમણે કહ્યું કે “જો શિક્ષણ વિભાગને મોબાઇલ વીડિયોથી હકીકત મળી શકે છે, તો વિભાગની નિયમિત તપાસ દરમિયાન આટલી મોટી ગેરરીતિ કેમ સામે આવી નહીં?”તેમણે જિલ્લા શિક્ષણ અધિકારીને સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરી શાળાની સ્થળફેરની મંજૂરી, માન્યતા, વિદ્યાર્થીઓના હિત અને તમામ કાયદાકીય જોગવાઈઓની ચકાસણી કરીને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે જ ચેતવણી આપી છે કે જો માત્ર તપાસના નામે કાર્યવાહી ટાળવામાં આવશે તો કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે ઉગ્ર આંદોલન અને હલ્લાબોલ કાર્યક્રમ આપવામાં આવશે. આ બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા મારી પાસે ન્યૂ ફ્લોરા સ્કૂલની રજૂઆત આવી છે અને ત્યારબાદ મેં તપાસ માટે કમિટી બનાવી છે. એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ની અધ્યક્ષતામાં બનેલી આ કમિટી દ્વારા મને તપાસ અહેવાલ સોમવારે આપવામાં આવશે અને ત્યારબાદ સ્કૂલ કસૂરવાર ઠરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં કીડીખાઉંનો મૃતદેહ મળ્યો:ધારી ગીર પૂર્વમાં વનવિભાગે તપાસ હાથ ધરી; બે દિવસથી મૃતદેહ સ્થળ પર જ પડ્યો હોવાનું અનુમાન
    Next Article
    Hello Space, Vikram-1 Has Arrived: Skyroot Scripts India's Historic Mission

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment