Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં કીડીખાઉંનો મૃતદેહ મળ્યો:ધારી ગીર પૂર્વમાં વનવિભાગે તપાસ હાથ ધરી; બે દિવસથી મૃતદેહ સ્થળ પર જ પડ્યો હોવાનું અનુમાન

    3 days ago

    અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વન વિભાગના દલખાણીયા રેન્જમાં શેડ્યૂલ-1 હેઠળ સુરક્ષિત કીડીખાઉં (પેંગોલિન)નો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના ક્રાંગસા રાઉન્ડના રેવન્યુ વિસ્તારમાં બની હતી. વન વિભાગે મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કીડીખાઉંનો મૃતદેહ છેલ્લા બે દિવસથી સ્થળ પર પડ્યો હોવાનું અનુમાન છે. આટલા સમય સુધી વન વિભાગને જાણ ન થવા અંગે સવાલો ઉઠી રહ્યા છે. કીડીખાઉં એ ભાગ્યે જ જોવા મળતું પ્રાણી છે અને ભારતમાં તેને Wild Life (Protection) Act, 1972 હેઠળ શેડ્યૂલ-1માં સર્વોચ્ચ કાનૂની સુરક્ષા આપવામાં આવી છે. તાજેતરમાં, થોડા દિવસો પહેલા પણ દલખાણીયા રેન્જના રેવન્યુ વિસ્તારમાં એક સિંહબાળનો મૃતદેહ રઝળતો મળ્યો હતો, ત્યારે પણ વન વિભાગ મોડેથી પહોંચ્યું હતું. કીડીખાઉંનો મૃતદેહ મળતા ફરી એકવાર વન વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. સ્થાનિક સ્તરે દલખાણીયા રેન્જના આરએફઓ (રેન્જ ફોરેસ્ટ ઓફિસર) અને બીટગાર્ડના પેટ્રોલિંગમાં વધારો કરવાની માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    આતંકી બિલાલ એક વર્ષથી કઠવાડાની 'હોટલ દિવ્યા'માં રહેતો:CCTV સામે આવ્યા, રાત્રે સૂવા માટે જ આવતો અને પેમેન્ટ માટે કેશનો ઉપયોગ કરતો
    Next Article
    રાજકોટમાં ભૂતિયા સ્કૂલ બંધ કરાવવા કોંગ્રેસની માંગ:ન્યૂ ફ્લોરા સ્કૂલ સ્થળ ફેરફારની મંજૂરી વિના રહેણાંક મકાનમાં ધમધમતી હોવાનો આક્ષેપ, DEO એ તપાસ કમિટી રચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment