Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેવાણનો મૃતદેહ ખભે ઊંચકીને ફેંકવા જતા વેવાઈના CCTV:ભાભી સાથેના પ્રેમસંબંધમાં સગા પુત્રએ માતાની હત્યા કરી, સુરત ક્રાઇમ બ્રાન્ચની નજર દોરી પર પડી ને રહસ્ય ખૂલ્યું

    15 hours ago

    સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ પાસે કોથળામાંથી મળી આવેલી 55 વર્ષીય હમીદાખાતૂનની હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મૃતક હમીદાખાતૂનના નાના પુત્ર પરવેઝ અને તેની પુત્રવધૂ શબાના વચ્ચે પ્રેમસંબંધ હતો. ઘરમાં અવારનવાર થતા પૈસાના વિવાદ અને ઝઘડાથી કંટાળીને આ બંનેએ હમીદાખાતૂનને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું. ગત 10 માર્ચે ત્રણેય આરોપીએ ભેગા મળી હમીદાખાતૂનનું ગળું દબાવી હત્યા કરી હતી. એક દિવસ લાશ ઘરમાં છુપાવી રાખ્યા બાદ તેને કોથળામાં બાંધી 11 માર્ચેના બપોરે હનુમાનજીના મંદિર પાસે ફેંકી દીધી હતી. બિહાર STFની મદદથી ત્રીજો આરોપી ઝડપાયો આ હત્યાકાંડમાં શબાનાના પિતા ફિરોઝ આલમે પણ સાથ આપ્યો હતો, જે હત્યા કર્યા બાદ વતન બિહાર ભાગી ગયો હતો. જોકે, ક્રાઈમ બ્રાન્ચે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરતા, ઘરમાંથી લાશ બાંધવા માટે વપરાયેલી દોરી જેવી જ ચીજવસ્તુઓ મળી આવતા પરવેઝ અને શબાનાની કડક પૂછપરછ કરી હતી. જેમાં બંનેએ ગુનાની કબૂલાત કરી હતી. ફરાર ફિરોઝ આલમને બિહાર એસટીએફની મદદથી પટના રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ પોલીસે પુત્ર પરવેઝ, પુત્રવધૂ શબાના અને તેના પિતા ફિરોઝની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. » મર્ડર મિસ્ટ્રીનો ભેદ આ મહત્વની કડીઓના આધારે ઉકેલાયો ઘરમાંથી મળેલી એકસરખી દોરી (ચિંદી) આ કેસમાં સૌથી મહત્વની કડી એ હતી કે, જે કોથળામાં લાશ બાંધેલી હતી, તે લાશના હાથ-પગ બાંધવા માટે જે દોરી (ચિંદી) વાપરવામાં આવી હતી, બિલકુલ તેવી જ દોરી પોલીસને તપાસ દરમિયાન મૃતકના ઘરમાંથી પણ મળી આવી હતી. આનાથી પોલીસને પાક્કી શંકા ગઈ કે હત્યારા ઘરના જ સભ્યો છે. ગુમ થયાની ખોટી ફરિયાદ મૃતક હમીદા ખાતૂનનો નાનો દીકરો પરવેઝ પોતે જ અમરોલી પોલીસ સ્ટેશનમાં એવી એન્ટ્રી કરાવી આવ્યો હતો કે, તેની માતા બજારમાં કપડા લેવા જવાનું કહીને ગુમ થઈ છે. જ્યારે લાશ મળી ત્યારે પોલીસને તેના દીકરાની વર્તણૂક અને વાતો પર શંકા ગઈ હતી. પરિવારના સભ્યોની શંકાસ્પદ હિલચાલ ક્રાઈમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે જ્યારે પરિવારના સભ્યોની પૂછપરછ શરૂ કરી, ત્યારે તેમના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. શંકાસ્પદ હિલચાલને કારણે પોલીસે પરવેઝ અને તેની ભાભી શબાનાની ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી, જેમાં તેઓ ભાંગી પડ્યા અને ગુનાની કબૂલાત કરી લીધી. ભાભી-દેવર વચ્ચે પ્રેમસંબંધ અને આર્થિક વિવાદ પૂછપરછમાં સામે આવ્યું કે, પુત્ર પરવેઝ અને તેની ભાભી શબાના વચ્ચે પ્રેમસંબંધ હતો. સાસુ હમીદાખાતૂન આ બાબતે અને પૈસાની બાબતમાં અવારનવાર મગજમારી અને ઝઘડા કરતા હતા, જે હત્યાનું મુખ્ય કારણ બન્યું. આરોપી પુત્ર પરવેઝ અપરિણીત છે અને તમામ સયુક્ત પરિવારમાં સાથે જ રહેતાં હતાં. ટેકનિકલ તપાસ અને કન્ફેશન આરોપીઓએ કબૂલાત કરી કે, તેઓએ શબાનાના પિતા ફિરોઝ આલમને બિહારથી બોલાવ્યા હતા અને ત્રણેયે મળીને હત્યા કરી હતી. ફિરોઝ આલમ બિહાર ભાગી ગયો હતો, જેને પટના રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લેવામાં આવ્યો. સફાઈ કામદારોને કોથળો ચેક કરતા અંદરથી ડેડબોડી મળી હતીઃ DCP ડીસીપી ભાવેશ રોઝીયાએ જણાવ્યું હતું કે, 11 માર્ચના સવારે 11 વાગ્યે અમરોલીના કોસાડ આવાસમાં એચ-2 પાંચેય હનુમાનજીના મંદિર પાસેથી સફાઈ કામદારોને એક કોથળો મળ્યો હતો, જે વજનમાં વધુ લાગતા ચેક કરતા અંદરથી એક ડેડબોડી મળી આવી હતી. 50થી 55 વર્ષની ઉંમરની લેડીના હાથ-પગ એકદમ બાંધેલી હાલતમાં હતા અને આ અનડિટેક્ટ મર્ડરનો ગુનો પ્રાથમિક દૃષ્ટિએ લાગતો હતો. આ અનડિટેક્ટ ડેડ બોડી મળ્યા પછી ક્રાઈમ બ્રાન્ચની ટીમ, અમરોલી પોલીસની ટીમ, પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી હતી. હત્યારા દીકરાએ જ ખોટી મિસિંગની ફરિયાદ કરી તપાસ દરમિયાનમાં એક ઈન્ફોર્મેશન મળી કે, આગલા દિવસે અમરોલી પોલીસ સ્ટેશનમાં એક 55 વર્ષની હમીદાખાતૂન નામની લેડી 'ઘરેથી કંઈ લેવા બજારમાં જાઉં છું' એવું કહી અને ગુમ થઈ છે. આ બાબતની જાણવાજોગ મિસિંગની એન્ટ્રી એમના દીકરા મોહમ્મદ પરવેઝે કરાવી હતી. વેરિફાય વધુ ડિટેલમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા અને અમરોલી પોલીસ સાથે રાખીને વધુ તપાસ કરતા, પૂછપરછ દરમિયાન એમના ઘરના ફેમિલીના શંકાસ્પદ માણસો લાગી આવતા હતાં. મહિલાના હાથ-પગ બાંધી હત્યા કરાઈઃ ડો. સંદીપ પલોતી હમીદાખાતુનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાલ ડો.સંદીપ પલોતીએ જણાવ્યું હતું કે, ફોરેન્સિક વિભાગ દ્વારા લાશના પરિક્ષણમાં મરનારનું મોઢું, નાક અને ગળાના ભાગ દબાવીને તેમજ માથામાં ઇજા થવાના કારણે મોત થયાનું માલુમ પડયું છે. હત્યા સમયે હમીદાખાતુના પગ અને હાથ બાંધી દીધા હતા. હત્યા 30 કલાક પહેલાં કરી હોવાનું અનુમાન છે. સુરતમાં કોથળામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો, પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી
    Click here to Read More
    Previous Article
    'મારે કોંગ્રેસનો પટ્ટો પહેરવાનો નથી, જરુર હશે તો સપોર્ટ કરીશ':ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા શંકરસિંહ સક્રિય થયા, આપને ગણાવી ભાજપની B ટીમ
    Next Article
    Gas supply in Vadodara | 500થી વધુ લોકો ગેસ એજન્સી બહાર લાંબી કતારમાં | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment