Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રામાયણ'માં કવ્વાલી અને સૂફી ધૂન!:રામ-સીતા વિવાહ પર બનેલા 'મંગલ રંગ' ગીતને લઈને વિવાદ, યુઝર્સે એઆર રહેમાનની આકરી ટીકા કરી

    2 days ago

    રણબીર કપૂર અને સાઈ પલ્લવી સ્ટારર ફિલ્મ 'રામાયણ'નું નવું ગીત ‘મંગલ રંગ’ રવિવારે રિલીઝ કરવામાં આવ્યું. એઆર રહેમાનના સંગીતથી સજ્જ આ ગીતને અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલે ગાયું છે. ગીત રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર વિવાદોમાં ઘેરાઈ ગયું છે. ગીતમાં કવ્વાલી અને સૂફી બીટ્સના ઉપયોગને લઈને લોકોએ સંગીતકાર એઆર રહેમાનની ટીકા કરી છે. આ ઉપરાંત, ગીતના એક દૃશ્યમાં રામ-સીતા વિવાહ દરમિયાન દર્શાવવામાં આવેલી વિધિને પીઠી તરીકે બતાવવામાં આવતા પણ લોકો ટ્રોલ કરી રહ્યા છે. જોકે, અહેવાલો અનુસાર તે પીઠી નહીં પરંતુ મિથિલાની ચુમાવણની પરંપરાગત વિધિ છે. એઆર રહેમાનના સંગીત અને સૂફી બીટ્સ પર ઉઠ્યા પ્રશ્નો સોશિયલ મીડિયા યુઝર્સે ગીતની ધૂનને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે, વાલ્મીકિ રામાયણ પર આધારિત ફિલ્મમાં સૂફી અને કવ્વાલી શૈલીનું સંગીત ઉમેરવું સાંસ્કૃતિક સંશોધનનો અભાવ દર્શાવે છે. યુઝર્સનો તર્ક છે કે, આ પૌરાણિક મહાકાવ્યનાં ગીતોમાં બોલિવૂડ ફિલ્મો જેવી ધૂનને બદલે શુદ્ધ સંસ્કૃત અને પરંપરાગત સંગીતનો ઉપયોગ થવો જોઈએ હતો. એઆર રહેમાનનું સંગીત અપેક્ષાઓ મુજબ ન હોવાનું કહીને લોકો ગીત પર કમેન્ટ્સ કરી રહ્યા છે. પીઠી સમજીને સોશિયલ મીડિયા પર વિવાદ ગીતના એક દૃશ્યમાં બતાવવામાં આવ્યું છે કે ભગવાન રામ (રણબીર કપૂર)ને કેટલીક મહિલાઓ તિલક અને પીઠી લગાવી રહી છે અને પાછળ માતા સીતા (સાઇ પલ્લવી) ઊભાં છે. આ દૃશ્ય જોઈને સોશિયલ મીડિયા પર લોકોએ દાવો કર્યો કે મેકર્સે લગ્ન પહેલાં થતી પીઠીની વિધિને ખોટી રીતે દર્શાવી છે. યૂઝર્સે પ્રશ્ન ઉઠાવ્યો કે પરંપરાગત હિન્દુ લગ્નમાં વર અને કન્યા ક્યારેય એકસાથે પીઠીની વિધિમાં બેસતા નથી, તો પછી ફિલ્મમાં આવું શા માટે બતાવવામાં આવ્યું છે. પીઠી નહીં, પરંપરાગત 'ચુમાવણ વિધિ'નું દૃશ્ય સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટ્રોલિંગ વચ્ચે મીડિયા અહેવાલો અને જાણકારોએ સ્પષ્ટ કર્યું છે કે, આ દૃશ્ય પીઠીની વિધિનું નથી. હકીકતમાં, આ પૂર્વ ભારત અને મિથિલા ક્ષેત્રમાં લગ્ન દરમિયાન કરવામાં આવતી પરંપરાગત ચુમાવણ વિધિ છે. આ વિધિમાં કન્યા પક્ષની પાંચ સુહાગન મહિલાઓ દુર્વા, અક્ષત, હળદર અને દહીં લઈને વરના ચરણો, ઘૂંટણો, ખભા અને માથાને સ્પર્શ કરીને આશીર્વાદ આપે છે. આ જ વિધિ કન્યા માટે પણ અલગથી કરવામાં આવે છે. નિર્માતાઓએ આ સાંસ્કૃતિક વિધિને ગીતમાં દર્શાવી હતી, જેને દર્શકોએ ભૂલથી પીઠીની વિધિ સમજી લીધી. શ્રીરામ અને માતા સીતાના વિવાહ પર આધારિત છે ગીત 'મંગલ રંગ' ગીત ભગવાન રામ અને માતા સીતાના પાવન વિવાહ તથા તેમના પ્રેમના સફરને દર્શાવે છે. તેમાં સીતા સ્વયંવર, ભગવાન રામ દ્વારા શિવધનુષ ઉઠાવવું, વિવાહના વચનો અને અયોધ્યામાં નવવિવાહિત યુગલના સ્વાગત જેવા દૃશ્યો દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મ 5 નવેમ્બરે રિલીઝ થશે. આ સમાચાર પણ વાંચો ‘સચ્ચાઈ અને ભલાઈનો અંત આવશે’:દશેરાના કાર્યક્રમમાં રણબીર કપૂરની જીભ લપસી, સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા બાદ રામાયણનાં 'રામે' માફી માગી રણબીર કપૂરે સત્ય અને સદાચારના અંત અંગેના નિવેદન બદલ માફી માંગી. તેમણે કહ્યું કે અજાણતાં તેમની જીભ લપસી ગઈ હતી. આ નિવેદન તેમણે 20 ઑક્ટોબરે પશ્ચિમ બંગાળમાં દશેરાના કાર્યક્રમમાં આપ્યું હતું. તેમના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેમને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    Jio IPO Was 22x Oversubscribed, But Here's Why Retail Investors Have A 70% Shot at Allotment
    Next Article
    ટ્રમ્પ બોલ્યા- નોર્વેથી કોઈને અમેરિકામાં આવવા નહીં દઉં:ગાળો પણ દીધી; નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાથી નારાજ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment