Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારોલમાં પૂરઝડપે આવતી ટ્રકે બાઈકને ટક્કર મારી:ગંભીરરીતે ઈજાગ્રસ્ત બાઈક સવારનું મોત, અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છુટ્યો

    1 day ago

    નારોલમાં આવેલા અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ પાસેના ચાર રસ્તા પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પુરઝડપે આવી રહેલા ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા યુવકનું સારવાર દરમ્યાન મોત થયું હતું. 108ને આવતા વાર લાગતા યુવકને રિક્ષામાં હોસ્પિટલ લઈ જવાની નોબત આવી હતી. આ મામલે ટ્રાફિક પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થયો શાહવાડી નારોલ ખાતે પંચશીલા રેસિડેન્સીમાં રહેતા 24 વર્ષીય જયેશકુમાર મકવાણા સી.જી. રોડ પર ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. ગત 21 ઓક્ટોબરે સાંજે પોતાની બાઇક લઈને નારોલ અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી પૂરઝડપે આવી રહેલા અજાણ્યા આઈશર ટ્રકના ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં જયેશકુમારને માથામાં, કપાળના ભાગે તથા ડાબા હાથે ગંભીર અને જીવલેણ ઇજાઓ થઈ હતી. અકસ્માત સર્જીને આઈશર ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. જે બાદ108ને કોલ કરતાં તેને વાર લાગતા રિક્ષામાં નારોલ સર્કલ સુધી અને ત્યાંથી108માં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ અંગે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં કોગ્રેસના કાર્યકરો ઉમટ્યાં:પોલીસ દમન, કથિત ખોટા કેસોના વિરોધમાં આવેદનપત્ર આપશે, અમિત ચાવડા, ડૉ. તુષાર ચૌધરી સહિતના ઉપસ્થિત રહેશે
    Next Article
    રાહુલ ગાંધી માનહાનિ કેસમાં નિર્દોષ જાહેર:અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપવાનો આરોપ હતો, 2018માં યુપીમાં કેસ નોંધાયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment