Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં કોગ્રેસના કાર્યકરો ઉમટ્યાં:પોલીસ દમન, કથિત ખોટા કેસોના વિરોધમાં આવેદનપત્ર આપશે, અમિત ચાવડા, ડૉ. તુષાર ચૌધરી સહિતના ઉપસ્થિત રહેશે

    1 day ago

    ગુજરાતમાં પોલીસ દમન, તાનાશાહી અને કથિત ખોટા પોલીસ કેસોના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ ભવન ખાતે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં વિપક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી સહિતના વરિષ્ઠ આગેવાનોની આગેવાનીમાં આજે આ કાર્યક્રમ યોજાવાનો છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, ભાજપના ઈશારે રાજ્યમાં પોલીસ દમન અને કથિત ખોટા પોલીસ કેસો થઈ રહ્યા હોવાના વિરોધમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાવાના છે. કાર્યકરો પહોંચે તે પહેલાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ગુજરાત પોલીસ ભવન પહોંચે તે પહેલાં જ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. પોલીસ ભવન તરફ જતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉપરાંત, ચારેય તરફ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના આવેદન કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોદી પર અપશબ્દો કહેવા બદલ ખડગે સામે ફરિયાદ:પટનામાં કહ્યું હતું- "મોદીના બાપ પણ જશે", CM સમ્રાટે કહ્યું- રાહુલ-ખડગે માફી માંગે
    Next Article
    નારોલમાં પૂરઝડપે આવતી ટ્રકે બાઈકને ટક્કર મારી:ગંભીરરીતે ઈજાગ્રસ્ત બાઈક સવારનું મોત, અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છુટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment