Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાર્દિક, અલ્પેશ અને ધાર્મિક સહિતના આગેવાનો સામેનો કેસ પાછો ખેંચ્યો:સરકારની અરજી ગ્રાહ્ય રાખી કોર્ટનો કેસ બંધ કરવા આદેશ, 2018માં પાટીદાર આંદોલનમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો

    3 days ago

    આઠ વર્ષ અગાઉના પાટીદાર અનામત આંદોલન સમયના એક મહત્વના કેસમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. સુરતમાં આંદોલન દરમિયાન તત્કાલીન કન્વીનરો અને હાલના ધારાસભ્ય હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવીયા, જયદીપ ટપુ, કૃણાલ સરધારા, પંકજ સિદ્ધપરા, સંજય માવાણી અને અશોક જીરાવાલા સહિતના નેતાઓ સામે નોંધાયેલો જાહેરનામા ભંગનો ગુનો આખરે સરકારે પરત ખેંચી લીધો છે. કોર્ટે સરકારની આ અરજીને ગ્રાહ્ય રાખીને કેસ બંધ કરવાનો આદેશ કર્યો છે. કેસ પરત ખેંચવા પાછળ કોર્ટનું મહત્વનું અવલોકન આ હાઈપ્રોફાઈલ કેસમાં સરકાર પક્ષ વતી મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા અને સરકારી વકીલ દિગંત તેવારે કેસ પરત ખેંચવા માટે દલીલો રજૂ કરી હતી. અદાલતે આદેશમાં નોંધ્યું હતું કે, આ કેસમાં પોલીસ ઈન્સ્પેક્ટર (PI) પોતે જ ફરિયાદી છે અને કાયદા મુજબ યોગ્ય રીતે ફરિયાદ આપવામાં આવી નહોતી. કેસના તમામ સંજોગો જોતાં આ કેસ આગળ ચલાવવો જાહેર જનતાના હિતમાં નથી, કારણ કે તેમાંથી કોઈ ફળદાયી પરિણામ આવવાની શક્યતા નહિવત છે. પરિણામે કોર્ટે CrPC ની કલમ 321 મુજબ કેસ કેન્સલ (પરત ખેંચવાનો) આદેશ આપ્યો હતો. વર્ષ 2018ની ઘટના અને વરાછામાં નોંધાયેલી ફરિયાદ આ સમગ્ર વિવાદ વર્ષ 2018નો છે, જ્યારે પાટીદાર આંદોલનના નેતાઓ સુરતમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર ચઢાવવા માટે નીકળ્યા હતા. આ રેલીના કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકો માટે મોટી અડચણ ઊભી થઈ હતી. આ ઘટનાને પગલે સુરતના વરાછા પોલીસ મથકમાં કન્વીનરો સામે જાહેરનામાના ભંગ અને ટ્રાફિકમાં અવરોધ ઊભો કરવા અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ સાથે જીભાજોડી અને બચાવ પક્ષની દલીલો તે સમયે પાટીદાર અનામત આંદોલનની આ રેલી શહેરના અનેક પોલીસ મથકોના વિસ્તારમાંથી પસાર થઈ હતી, જ્યાં પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભીડને વિખેરાઈ જવાની સૂચના આપી હતી. જો કે, આંદોલનના કન્વીનરોએ પોલીસ સાથે જીભાજોડી કરીને રેલી આગળ વધારી દીધી હતી. આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ યશવંતસિંહ વાળાએ પણ રજૂઆતો કરી હતી, જે બાદ આખરે સરકારે જાહેર હિતમાં આ કેસ ઓફિશિયલી પરત ખેંચી લીધો છે.
    Click here to Read More
    Previous Article
    લખનઉમાં સુરતના તક્ષશિલા જેવી ઘટના, એનિમેશન સેન્ટરમાં ભીષણ આગ:15 વિદ્યાર્થીના મોત, આગથી બચવા બાળકો બાથરૂમમાં છુપાયા હતા; એસીમાં શોર્ટ સર્કિટની આશંકા
    Next Article
    લીંબડીના પાણશીણા ગામે જુગારધામ ઝડપાયું:દસ જુગારીઓ ₹64,560ના મુદ્દામાલ સાથે પકડાયા, ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment