Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:ઊંધેથી બોલવા-ગાવાની કુદરતી બક્ષિસ ધરાવતી હિતાંશી વ્યાસના ફોટાવાળી સ્પેશિયલ સ્ટેમ્પ બની

    9 hours ago

    ઊંધેથી બોલવા-ગાવાની કુદરતી બક્ષિસ કરાવતી અને આ પ્રતિભાને લીધે દેશ-વિદેશમાં નામના મેળવનાર હિતાંશી વ્યાસના ફોટાવાળી સ્પેશિયલ સ્ટેમ્પ પ્રિન્ટ કરી પોસ્ટ વિભાગ દ્વારા તેનું બહુમાન કરાયું છે. માત્ર 7 વર્ષની નાની ઉંમરથી વિવિધ ભાષાઓમાં શબ્દોને ઊંધેથી બોલી કે ગાઈ શકવાની કુદરતી બક્ષિસ ધરાવનાર ભાવનગરની દીકરી હિતાંશી પીયૂષભાઈ વ્યાસે દેશ-વિદેશમાં શહેરનું નામ રોશન કર્યું છે. હિતાંશી હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃત સહિતની ભાષાઓમાં ઉંધેથી ગાય છે ત્યારે અસલ રાગ અને ધુન જળવાઈ રહે છે. કોઈ પણ વાત કે ગીત સીધું યાદ રહી જાય એટલે આપોઆપ તેનું ઉંધુ બોલી કે ગાઈ શકે છે. ​ તાજેતરમાં જ ખાસ ડાક ટિકિટ તેમજ હિતાંશીના ફોટાવાળી સ્મૃતિ ટિકિટ સાથે ભાવનગર ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ રાજકોટ રીજનના પોસ્ટ માસ્ટર જનરલ પવનકુમાર દાલમીયા દ્વારા હિતાંશીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ ટિકિટમાં અયોધ્યાની ભૂમિનું જળ, માટીના તત્ત્વ અયોધ્યા ખાતે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના શુભ અવસરે ટપાલ વિભાગ દ્વારા અયોધ્યાની પવિત્ર ભૂમિનું જળ, માટી, સુવર્ણ ભસ્મ તેમજ ચંદનના લાકડા સહિતના તત્ત્વોનો ઉપયોગ કરીને ખાસ ટિકિટનું વિમોચન કરાયું હતું. તાજેતરમાં ફિલાટેલિક વિભાગ દ્વારા હિતાંશીના ફોટાવાળી ખાસ ટપાલ ટિકિટ (સ્ટેમ્પ) પ્રિન્ટ કરાઈ છે. હું ઉંધેથી ગાઉ છું તો હું ટી.વી.માં કેમ ન આવું? પાંચ, સાત વર્ષની ઉંમરનું બાળક સ્પષ્ટ ઉચ્ચારણો કરવાનું માંડ-માંડ શીખે છે. ત્યારે ભાવનગરમાં રહેતી હિતાંશી વ્યાસ નાની ઉંમરથી ઉંધેથી બોલવા કે ગાવા માંડી. સાતેક વર્ષની હિતાંશી ઘરમાં બધાની સાથે વાતચીત કરતી કે કોઈ ગીત ગાતી તો તે ઉંધેથી ગાતી તેની ઘરમાં કોઈને ખબર નહોતી. અને પરિવારના સભ્યો સમજતા નહોતા અને હિતાંશી હસતી હતી. એક વાર ટીવી શોમાં એક મહિલા ઉંધેથી ગીત ગાયું તે જોઈ હિતાંશીએ તેના મમ્મીને કહ્યું આટલી મોટી ઉંમરની વ્યક્તિ એક જ ગીત ઉંધેથી ગાય છે તો તે ટી.વી.માં આવે અને હું ઉંધેથી ગાઉ છું તો હું ટી.વી.માં કેમ ન આવું?
    Click here to Read More
    Previous Article
    તાપી કલેક્ટરે ભૂલકાંઓ સાથે ચટાઈ પર બેસી વાર્તાઓ કહી:વ્યારાના અંતરિયાળ બાલપુર-રાણીઆંબામાં પ્રોટોકોલ પરવા વિના બાળકો સાથે સંવાદ
    Next Article
    નિદ્રાધીન મનપા: બેરિકેડ કે ચેતવણી બોર્ડ વગરનો માર્ગ:સાધુ વાસવાણી કુંજ રોડ, સુપર માર્કેટની સામે મહિનાથી પડેલો ખાડો પૂરવામાં તંત્રને રસ નથી!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment