Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિદ્રાધીન મનપા: બેરિકેડ કે ચેતવણી બોર્ડ વગરનો માર્ગ:સાધુ વાસવાણી કુંજ રોડ, સુપર માર્કેટની સામે મહિનાથી પડેલો ખાડો પૂરવામાં તંત્રને રસ નથી!

    9 hours ago

    મનપાના દાવાઓ અને સ્માર્ટ સિટીની વાતો વચ્ચે રેલનગર વિસ્તારના સાધુ વાસવાણી કુંજ રોડ પર બગીચાની બહાર અને સુપર માર્કેટની બિલકુલ સામે છેલ્લા એક મહિનાથી એક અત્યંત વિશાળ અને ભયાનક ખાડો ખુલ્લેઆમ અકસ્માતોને આમંત્રણ આપી રહ્યો છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આટલા સમય છતાં મનપા દ્વારા ત્યાં કોઈ પણ જાતની આડશ, બેરિકેડ કે ચેતવણી દર્શાવતું બોર્ડ પણ મૂકવાની તસ્દી લેવાઈ નથી. આ અંગે અગાઉ તારીખ 7 સપ્ટેમ્બરે ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા વિસ્તારના અગ્રણી સુધીરભાઈ મહેતાની રજૂઆતને આધારે વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ કરી નિદ્રાધીન તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરાયો હતો. છતાં શાસકો કે તંત્રના પેટનું પાણી હલ્યું નથી. એક મહિનો વીતી જવા છતાં ખાડો એમને એમ જ છે, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને અને કોઈનો જીવ જાય તે પછી જ જાગશે? જનતા હવે આ બેદરકારી સામે ઉગ્ર આંદોલનના મૂડમાં છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:ઊંધેથી બોલવા-ગાવાની કુદરતી બક્ષિસ ધરાવતી હિતાંશી વ્યાસના ફોટાવાળી સ્પેશિયલ સ્ટેમ્પ બની
    Next Article
    સ્થાનિકો કચરાના ઢગલા વચ્ચે રહેવા મજબૂર, રોગચાળાનો ડર:મુંજકા શહેરમાં ભળ્યું પણ સુવિધા ઝીરો રોજ સફાઈ ન થતાં ગંદકીના ગંજ ખડકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment