Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી કલેક્ટરે ભૂલકાંઓ સાથે ચટાઈ પર બેસી વાર્તાઓ કહી:વ્યારાના અંતરિયાળ બાલપુર-રાણીઆંબામાં પ્રોટોકોલ પરવા વિના બાળકો સાથે સંવાદ

    8 hours ago

    તાપી જિલ્લા કલેક્ટરે વ્યારા તાલુકાના અંતરિયાળ આદિવાસી પંથક બાલપુર અને રાણીઆંબા ગામની મુલાકાત દરમિયાન. આંગણવાડી કેન્દ્રની મુલાકાત વેળાએ કલેક્ટર કોઈપણ જાતના ખચકાટ કે હોદ્દાના મોભ વિના માસૂમ બાળકો સાથે જમીન પર ચટાઈ પાથરીને બેસી ગયા હતા. તેમણે ભૂલકાંઓ સાથે સ્નેહાળ સંવાદ સાધીને વાર્તાઓ કહી, તેમની સાથે પ્રવૃત્તિઓ કરી અને વ્હાલપૂર્વક શિક્ષણ આપ્યું હતું. બાળકો પણ કોઈપણ ડર વિના જિલ્લાના સર્વોચ્ચ અધિકારી સાથે હસી-રમતા જોવા મળ્યા હતા. સંવેદનશીલ શાસનનો સૂર સરકારી યોજનાઓ માત્ર પરિપત્રો અને આંકડાકીય અહેવાલોમાં ઉત્કૃષ્ટ દેખાય તે પૂરતું નથી. તેની વાસ્તવિક સફળતા ત્યારે જ ગણાય જ્યારે કતારમાં ઊભેલા છેવાડાના ગરીબ માનવીને તેનો સીધો લાભ કોઈ પણ અડચણ વગર મળે. - દેવ ચૌધરી, જિલ્લા કલેક્ટર, તાપી આંગણવાડીમાં હસતા રમતા કરાયું બાળકોના અક્ષરજ્ઞાનનું નિરીક્ષણ, સુવિધાની ચકાસણી કલેક્ટરે ઉચ્ચતર માધ્યમિક શાળા, સરકારી પુસ્તકાલય અને ગ્રામ પંચાયત ભવનનું સ્થળ-નિરીક્ષણ કર્યું હતું. આંગણવાડીમાં બાળકોને નિયમિત મળતો પૌષ્ટિક આહાર, "દૂધ સંજીવની" યોજનાનો અમલ અને બાળકોના વજન-ઊંચાઈ ચાર્ટનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કર્યું. વર્ગખંડોમાં જઈ વિદ્યાર્થીઓનું વાંચન-ગણન સ્તર ચકાસી ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. PHCમાં દર્દીઓની મુશ્કેલી જાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કલેક્ટરે લાઈનમાં ઊભેલા દર્દીઓ અને દાખલ વૃદ્ધો સાથે રૂબરૂ વાતચીત કરી હતી. દવા તેમજ લેબોરેટરી અને સ્વચ્છતાની સુવિધા કેવી છે તે અંગે દર્દીઓ પાસેથી પ્રતિભાવ મેળવ્યો હતો. અને તંત્રને તાકીદ કરી હતી કે,અહીં કોઈ પણ દર્દી દવા કે સારવારના અભાવે પાછો ન જવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    मेकअप हटाने के लिए क्या करें? बिना किसी रिमूवर के घर पर मेकअप हटाने के 3 आसान तरीके
    Next Article
    ભાસ્કર વિશેષ:ઊંધેથી બોલવા-ગાવાની કુદરતી બક્ષિસ ધરાવતી હિતાંશી વ્યાસના ફોટાવાળી સ્પેશિયલ સ્ટેમ્પ બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment