Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટરસાઇકલ રોકી બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી:લીમટવાડા ગામે બે જૂથના ઝઘડામાં સમાધાન કરાવનાર યુવકને માર માર્યો

    14 hours ago

    નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાના લીમટવાડા ગામે બે વ્યક્તિઓ વચ્ચે થઈ રહેલા ઝઘડામાં વચ્ચે પડીને સમાધાન કરાવવું એક યુવકને ભારે પડી ગયું છે. ઝઘડો શાંત પાડવા ગયેલા યુવકને ત્રણ શખ્સોએ ભેગા મળીને રસ્તામાં આંતર્યો હતો અને ઢીકાપાટુનો ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. આ મામલે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે રાજપીપળા પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, નાના લીમટવાડા ગામના નવી ટેકરી ફળિયામાં રહેતા નિતેશભાઇ શંકરભાઈ વસાવાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગામમાં રામગઢ ગણેશભાઇ મેલસીંગભાઇ વસાવા અને અનિલભાઈ ભુલાભાઇ વસાવા વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થઈ રહ્યો હતો. આ સમયે ફરિયાદી નિતેશભાઈ ત્યાં વચ્ચે પડ્યા હતા અને બંનેને સમજાવીને ઝઘડો શાંત કરાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વિકલાંગતાને મહાત:પોલિયોની બીમારીએ બંને પગ નકામા કરી દીધા, યુવાન હિંમત હાર્યા વિના પરિવારનો ટેકો બન્યો
    Next Article
    એકતાનગરમાં 14 હજાર કિમીની બાઇક રેલીનું સ્વાગત:12 મહિલા રાઇડર્સ સહિત 225 સવારો જનજાગૃતિ ફેલાવી રહ્યા છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment