Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકતાનગરમાં 14 હજાર કિમીની બાઇક રેલીનું સ્વાગત:12 મહિલા રાઇડર્સ સહિત 225 સવારો જનજાગૃતિ ફેલાવી રહ્યા છે

    13 hours ago

    નશા વિરુદ્ધ જનજાગૃતિ માટેની ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ મોટરસાયકલ રેલી આજે એકતાનગર (કેવડિયા) પહોંચી. દેશના વિવિધ રાજ્યો અને રાજધાનીઓમાંથી શરૂ થયેલી આ રેલી યુવાનોને નશાથી દૂર રાખવાનો સંદેશ આપી રહી છે. રેલીનું સ્વાગત સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કરવામાં આવ્યું. રેલીમાં વિવિધ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ સાથે કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને કેટલીક કેન્દ્રીય સંસ્થાઓના સભ્યો જોડાયા છે. આયોજકો મુજબ રેલીએ અત્યાર સુધીમાં અંદાજે 14 હજાર કિલોમીટરનું અંતર કાપ્યું છે. આ રાષ્ટ્રીય રેલીમાં દેશભરમાંથી કુલ 225 અનુભવી રાઇડર્સ સામેલ થયા છે, જેમાં નારી શક્તિનું પ્રતીક એવી 12 મહિલા રાઇડર્સનો પણ ગર્વભેર સમાવેશ થાય છે. વિવિધ રાજ્યો અને સામાજિક સંસ્થાઓના પ્રતીકો સાથે સતત આગળ વધી રહેલા આ બાઇક રાઇડર્સ ભારતની વિવિધતામાં એકતા, અખંડિતતા અને સામૂહિક સંકલ્પનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. રાઇડર્સ માર્ગમાં વિવિધ મુકામો પર રોકાઈને યુવાનોને નશાનો ત્યાગ કરવા અને સકારાત્મક જીવન માર્ગ પસંદ કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે. એકતાનગરમાં રેલી પહોંચતાં નશામુક્ત ભારતના સંકલ્પ અંગે લોકોમાં રસ અને ઉત્સાહ જોવા મળ્યો.
    Click here to Read More
    Previous Article
    મોટરસાઇકલ રોકી બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી:લીમટવાડા ગામે બે જૂથના ઝઘડામાં સમાધાન કરાવનાર યુવકને માર માર્યો
    Next Article
    વૃદ્ધાને ચપ્પુ બતાવી લૂંટ કરનારી MP ધાર ગેંગનો 1 પકડાયો:400 કિમી સુધીના CCTV ફેંદી આરોપીને એમપીની જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment