Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધાને ચપ્પુ બતાવી લૂંટ કરનારી MP ધાર ગેંગનો 1 પકડાયો:400 કિમી સુધીના CCTV ફેંદી આરોપીને એમપીની જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ઝડપ્યો

    12 hours ago

    ઉમરગામના સંજાણ વિસ્તારમાં ગત માર્ચ મહિનામાં રાત્રિના સમયે મકાનની ગ્રીલ કાપી ઘરમાં ઘૂસી વૃદ્ધ મહિલાને છરી બતાવી ₹1.01 લાખથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવનાર મધ્યપ્રદેશની કુખ્યાત ધાર ગેંગના એક સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીને મધ્યપ્રદેશની આલીરાજપુર જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી અટકાયત કરી છે. 26 માર્ચ 2026ના રોજ સંજાણ નારગોલ રોડ પર મઝદા રાઈઝ નજીક આવેલા એક ઘરમાં ત્રણ અજાણ્યા ઈસમ બારીની લોખંડની ગ્રીલ કાપીને પ્રવેશ્યા હતા. આરોપીઓએ ઘરની વૃદ્ધાના ગળા પર છરી મૂકી ધમકી આપી કબાટમાંથી રોકડા ₹90,600, ATM કાર્ડ, લોકરની ચાવી, આઈફોન અને સોનાની નથણી મળી કુલ ₹1,01,600ની મતાની લૂંટ ચલાવી હતી. આ અંગે ઉમરગામ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સુરત રેન્જ IG પ્રેમવીર સિંહ અને વલસાડ SP યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી LCB ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ એનાલિસિસ અને વલસાડથી મધ્યપ્રદેશ બોર્ડર સુધીના 400 કિમીથી વધુ રૂટના CCTV કેમેરા ચકાસી આરોપીની ઓળખ છતી કરી હતી. તપાસ દરમિયાન લૂંટમાં સંડોવાયેલી MPની ધાર ગેંગનો આરોપી સુમજી વેરસિંહ મોહનીયા (રહે. ઢેલવાની, થાણા-બાગ, જી. ધાર, મધ્યપ્રદેશ) MPના જોબાટ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં આલીરાજપુર જેલમાં હોવાની વિગત મળતાં LCB ટીમે તેનો કબજો મેળવ્યો હતો. દિવસે રેકી, રાત્રે લૂંટ કરતા હતા ઝડપાયેલા આરોપી સુમજી મોહનીયાએ તેના ફરાર સાગરીતો શૂરૂ બાયસીંગ અનારે અને બિલામ વેસ્તા અનારે સાથે મળીને સંજાણમાં લૂંટ, ઘરફોડ અને બારડોલી તથા મહારાષ્ટ્રમાંથી બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ ગેંગ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવી દિવસે રેકી કરતી અને રાત્રે પ્રથમ બાઈકની ચોરી કરી, કટર વડે ઘરની ગ્રીલ કાપી લૂંટ ચલાવી ચોરેલી બાઈક પર ફરાર થઈ જતી હતી. પકડાયેલ આરોપી સુમજી સામે મધ્યપ્રદેશમાં અગાઉ લૂંટ અને ઘરફોડના 10 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. ફરાર બે આરોપીને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    એકતાનગરમાં 14 હજાર કિમીની બાઇક રેલીનું સ્વાગત:12 મહિલા રાઇડર્સ સહિત 225 સવારો જનજાગૃતિ ફેલાવી રહ્યા છે
    Next Article
    ફાર્મસી કોલેજમાં ફાયર સેફ્ટી સાથે યુવા પેઢીને ટ્રેનિંગ:હવે કોલેજના વિદ્યાર્થીઓ FIRE બ્રિગેડની જેમ બચાવની ભૂમિકામાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment