Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાર્મસી કોલેજમાં ફાયર સેફ્ટી સાથે યુવા પેઢીને ટ્રેનિંગ:હવે કોલેજના વિદ્યાર્થીઓ FIRE બ્રિગેડની જેમ બચાવની ભૂમિકામાં

    12 hours ago

    વલસાડની સૌપ્રથમ ફાર્મસી કોલેજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત રેખાબેન કિશનભાઈ દેસાઈ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા અભ્યાસ સાથે વિદ્યાર્થીઓને આગની ઘટના સમયે શું ભૂમિકા અદા કરવી તે અંગે તાલીમ આપવામાં આવી. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટીની ટ્રેનિંગથી સજ્જ કરાયા. વિદ્યાર્થીઓ તાલીમબદ્ધ થયા. આગની ઘટનાઓ વખતે તેઓ મહત્વની ભૂમિકા ભજવી શકશે. કોલેજના પ્રાધ્યાપકો દ્વારા વલસાડ ફાયર વિભાગની ટીમને ખાસ બોલાવવામાં આવી. ફાયર ટીમ દ્વારા અલગ-અલગ પ્રકારની આગની પરિસ્થિતિમાં ધીરજ રાખી સ્વબચાવ કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી. તમામ પ્રક્રિયાઓનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને ABC પ્રકારના ફાયર એક્સ્ટિંગ્વિશર, CO2 સિલિન્ડરનો ઉપયોગ, તેમજ પાણીના ફોર્સથી આગને કાબૂમાં કેવી રીતે લેવી તે પ્રત્યક્ષ કરી બતાવવામાં આવ્યું. આગ લાગે ત્યારે પાણીનો ફોર્સ ઉપરના માળ સુધી કેવી રીતે લઈ જવો તેની પણ તાલીમ આપવામાં આવી. આ સમગ્ર આયોજન પ્રાધ્યાપક દુર્ગેશ સિંહ તેમજ કોમલ કનેરિયા દ્વારા ઇન્ચાર્જ આચાર્યા ડો. દિતિક્ષા દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. મહત્વપૂર્ણ આયોજન બદલ કોલેજના ડાયરેક્ટર ડો. દીપેશ શાહે પ્રોત્સાહન આપ્યું.
    Click here to Read More
    Previous Article
    વૃદ્ધાને ચપ્પુ બતાવી લૂંટ કરનારી MP ધાર ગેંગનો 1 પકડાયો:400 કિમી સુધીના CCTV ફેંદી આરોપીને એમપીની જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ઝડપ્યો
    Next Article
    સફેદ સોનાનું વાવેતર ઘટ્યું, ભાવ વધુ મળ્યા:મોરબી યાર્ડમાં કપાસની રૂ. 1.17 લાખ મણની આવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment