Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકલાંગતાને મહાત:પોલિયોની બીમારીએ બંને પગ નકામા કરી દીધા, યુવાન હિંમત હાર્યા વિના પરિવારનો ટેકો બન્યો

    15 hours ago

    નબળા મનના માનવીને રસ્તો પણ નથી જડતો, જ્યારે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવતને સાર્થક કરતા મોરબીના એક વ્યક્તિએ નાની ઉંમરે શારીરિક વિકલાંગતાનો સામનો કરવા છતાં હિંમત હાર્યા વિના જીવન જીવવાનો માર્ગ કંડાર્યો છે. મોરબીના સામાકાંઠા વિસ્તાર ભડિયાદ રોડ ઉપર નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ આવેલી ગાંધી સોસાયટીમાં રહેતા 50 વર્ષીય દિનેશભાઈ ટુંડિયાએ બાળવયમાં પોલિયોની બીમારીના કારણે બંને પગ ગુમાવ્યા હતા. કાંખઘોડીનો સહારો પણ લઈ શકે એમ નથી. કારણ કે પોલિયોને કારણે બંને પગ નકામા હોવાથી બેઠા બેઠા ચાલી શકે એમ હોય દિનચર્યામાં પણ મુશ્કેલી પડતી હોય ત્યારે આર્થિક રીતે પગભર થવું એમના માટે હિમાલય જેવો મોટો પડકાર હતો. આમ છતાં જીવનની આવી વિષમ પરિસ્થિતિ સામે ઝુકવાને બદલે હિંમતભેર કડવી વાસ્તવિકતાનો હિંમતભેર સામનો કર્યો અને ભારે સંઘર્ષના અંતે આજે તેઓ સન્માનજનક જીવન જીવી રહ્યા છે. તેમણે ભણવાનું શરૂ કર્યું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએ સુધીનો અભ્યાસ કર્યો હતો એટલે ગેજયુએટ થયા બાદ નોકરી મેળવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા.પરંતુ એ સમયે બેકારી તેમજ પોતાની શારીરિક ખામીને કારણે નોકરી મળવામાં મુશ્કેલી પડતી હતી. પરિવાર પર બોજ બનીને રહેવું ન પડે તેવા વિચાર સાથે તેમણે નોકરીની રાહ જોવાને બદલે સ્વરોજગારનો માર્ગ અપનાવ્યો. દિનેશભાઈએ શરૂઆતમાં એસટીડી પીસીઓ ખોલ્યો હતો. આ દુકાન સારી ચાલતી હતી અને ધીમે ધીમે આ વ્યવસાયમાંથી આવક થવા લાગી અને પરિવારને આર્થિક ટેકો મળવા લાગ્યો. પરિવારના સભ્યોનો સાથ પણ તેમને મળ્યો હતો. સમય જતાં તેઓ પરિવારના આશરે 11 સભ્યોનું ગુજરાન ચલાવી શકે તેવી મજબૂત સ્થિતિમાં પહોંચ્યા હતા. પણ મોબાઈલ ફોન આવતા એસટીડી પીસીઓનો ધંધો ભાંગી પડયો હતો. આમ છતાં તેઓ નિરાશ થયા નહિ. એ જ દુકાનમાં એમણે 2000 પછીના સમયગાળામાં ધીરેધીરે પાન મસાલા અને અન્ય ઘણી બધી વસ્તુઓનો ધંધો શરૂ કર્યો. એમના આત્મ વિશ્વાસ અને મહેનતથી આ ધંધો જામી ગયો છે. આજે તેઓ આર્થિક રીતે પગભર છે ઉપરાંત પરિવાર માટે બોજારૂપને બદલે મદદરૂપ થાય છે. તેનું તેના પરિવારને પણ ગૌરવ છે.
    Click here to Read More
    Previous Article
    90 ટકાની આસપાસ ગુણ મેળવી સિદ્ધિ હાંસલ કરી:દ્વારકાના 4 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર
    Next Article
    મોટરસાઇકલ રોકી બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી:લીમટવાડા ગામે બે જૂથના ઝઘડામાં સમાધાન કરાવનાર યુવકને માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment