Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    90 ટકાની આસપાસ ગુણ મેળવી સિદ્ધિ હાંસલ કરી:દ્વારકાના 4 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર

    15 hours ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખાખરડા, જસાપર, સઈ દેવળીયા અને હર્ષદપુર-1 સ્થિત ચાર આયુષ્માન આરોગ્ય કેન્દ્રોને કેન્દ્ર સરકારનું રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ (NQAS) હેઠળના મૂલ્યાંકનમાં ચારેય કેન્દ્રોએ 90 ટકાની આસપાસ ગુણ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા સરકારી આરોગ્ય સંસ્થાઓમાં દર્દીઓને મળતી સારવારની ગુણવત્તા અને સુવિધાઓ સુધારવા માટે નિર્ધારિત માપદંડોના આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે. તેમાં તબીબી સેવાઓ, જરૂરી દવાઓની ઉપલબ્ધતા અને વિતરણ વ્યવસ્થા, સ્વચ્છતા, માળખાકીય સુવિધાઓ સહિતનાં વિવિધ પાસાંની ચકાસણી થાય છે. આ કડક મૂલ્યાંકન પ્રક્રિયામાં ચારેય આરોગ્ય કેન્દ્રોએ ગુણવત્તાના ઊંચા માપદંડો પૂર્ણ કરતાં રાષ્ટ્રીય સ્તરે પ્રમાણપત્ર મેળવ્યું છે. આ સિદ્ધિથી જિલ્લામાં સરકારી આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવાના પ્રયાસોને પ્રોત્સાહન મળ્યું છે. રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર મેળવવા માટે આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓને આપવામાં આવતી સારવાર, જરૂરી દવાઓનો જથ્થો અને વિતરણ, સ્વચ્છતા, રેકોર્ડ જાળવણી, તબીબી સાધનો તેમજ માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ પાસાંનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ સરકારી આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓને ગુણવત્તાયુક્ત અને સુવિધાસભર સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાર કેન્દ્રોએ આ માપદંડો પૂર્ણ કરતાં રાષ્ટ્રીય સ્તરે પ્રમાણપત્ર મેળવ્યું છે, જે જિલ્લાના આરોગ્ય વિભાગ માટે નોંધપાત્ર સિદ્ધિ છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં રેલવે એક્ટના ખુલ્લેઆમ ધજાગરા:આંબાવાડી રેલવે ટ્રેક પર ભરાતી ગુર્જરીમાં મોટી દુર્ઘટનાની ભીતિ
    Next Article
    વિકલાંગતાને મહાત:પોલિયોની બીમારીએ બંને પગ નકામા કરી દીધા, યુવાન હિંમત હાર્યા વિના પરિવારનો ટેકો બન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment