Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં રેલવે એક્ટના ખુલ્લેઆમ ધજાગરા:આંબાવાડી રેલવે ટ્રેક પર ભરાતી ગુર્જરીમાં મોટી દુર્ઘટનાની ભીતિ

    16 hours ago

    હિંમતનગર શહેરના આંબાવાડી રેલવે ટ્રેક વચ્ચે દર રવિવારે ભરાતી ગુર્જરી બજાર હાલ મોટી જાનહાનિને ખુલ્લું આમંત્રણ આપી રહી છે. હિંમતનગરથી ખેડબ્રહ્મા અને ઉદેપુર તરફ જતી રેલવે લાઈનોની વચ્ચોવચ તથા ભારે અવરજવરવાળા રેલવે ટ્રેક પર મોટી સંખ્યામાં નાના વેપારીઓ પાથરણાં પાથરીને બેસે છે અને અનેક લોકો જીવના જોખમે ખરીદી કરવા ઉમટી પડે છે. ટ્રેનોની સતત અવરજવર વચ્ચે સર્જાતી આ જોખમી સ્થિતિને કારણે ગમે ત્યારે નિર્દોષ લોકો કાળનો કોળિયો બને તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે સ્થાનિકોમાં ઉગ્ર રોષ સાથે પ્રશ્ન ઊઠી રહ્યો છે કે જો અહીં કોઈ ગોઝારી રેલવે દુર્ઘટના સર્જાશે, તો તેની જવાબદારી RPF સ્વીકારશે કે રેલવે પ્રશાસન કે સ્થાનિક પ્રશાસન સ્વીકારશે. આ પરિસ્થિતિ સર્જાવા પાછળ પાલિકા તંત્ર પણ એટલું જ જવાબદાર છે કારણ કે કેન્દ્ર સરકારના ધ સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ,2014 અનુસાર નાના પાથરણાંવાળા અને ફેરિયાઓની આજીવિકાની સુરક્ષા માટે યોગ્ય વેન્ડિંગ ઝોન નિર્ધારિત કરવાની સ્પષ્ટ જવાબદારી સ્થાનિક નગરપાલિકાની છે. સામાજીક કાર્યકર કુમાર ભાટે જણાવ્યું કે પાલિકા તંત્ર 2014ના કાયદા હેઠળ તાત્કાલિક ચોક્કસ અને સુરક્ષિત વેન્ડિંગ ઝોન ફાળવે, રેલવે ટ્રેક પરથી બજારને તાબડતોબ હટાવી અન્યત્ર યોગ્ય સ્થળે ખસેડવામાં આવે. જેથી નાના ફેરિયાઓની રોજીરોટી પણ બચી રહે અને નિર્દોષ માનવ જીંદગીઓ જોખમમાં ન મૂકાય. જો RPF, રેલવે પ્રશાસન અને નગરપાલિકા દ્વારા સંયુક્ત કામગીરી કરીને આ બજારને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં સર્જાનારી કોઈ પણ મોટી હોનારત માટે તંત્રની બેદરકારી જ સીધી જવાબદાર ઠરશે. ટ્રેક પર અનધિકૃત પ્રવેશ બિનજામીનપાત્ર ગુનો ભારતીય રેલવે અધિનિયમ 1989 મુજબ રેલવે પરિસર કે ટ્રેક પ્રતિબંધિત વિસ્તાર ગણાય છે. કાયદાની કલમ 147 (ટ્રેસપાસિંગ) હેઠળ પરવાનગી વગર ટ્રેક પર પ્રવેશ કરવો કે વેપાર કરવો દંડનીય અને બિનજામીનપાત્ર ગુનો છે. આ ઉપરાંત કલમ 145 હેઠળ જાહેર સુરક્ષા જોખમમાં મૂકવા સામે કડક સજાની જોગવાઈ છે. આમ છતાં, દર રવિવારે કાયદાના ખુલ્લેઆમ ધજાગરા ઊડે છે.
    Click here to Read More
    Previous Article
    વિજયનગરના લીમડામાં પીપળી ફળિયામાં રોકડ, દાગીનાની ચોરી:નિવૃત્ત PI સહિત બે ભાઈઓના બંધ મકાનમાંથી 8 લાખની ચોરી
    Next Article
    90 ટકાની આસપાસ ગુણ મેળવી સિદ્ધિ હાંસલ કરી:દ્વારકાના 4 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment