Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજયનગરના લીમડામાં પીપળી ફળિયામાં રોકડ, દાગીનાની ચોરી:નિવૃત્ત PI સહિત બે ભાઈઓના બંધ મકાનમાંથી 8 લાખની ચોરી

    17 hours ago

    વિજયનગરના લીમડામાં આવેલા પીપળી ફળિયામાં તસ્કરોએ તરખાટ મચાવી નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમના નાના ભાઈના બંધ મકાનોના તાળાં તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ ₹8,09,500ના મુદ્દામાલની ચોરી કરી હતી. લીમડા ગામે પીપળી ફળિયામાં રહેતા 65 વર્ષીય રામજીભાઈ જીવાજી પાંડોર નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર ગત તા. 21 ઓક્ટોબરના રોજ બપોરે મકાન બંધ કરી પત્ની લક્ષ્મીબેન સાથે અમદાવાદના નિકોલ ખાતે પોતાના ઘરે ગયા હતા. તેમના નાના ભાઈ કાંતિભાઈ પાંડોર પણ પોતાનું મકાન બંધ કરી અમદાવાદ રહેતા હોવાથી બંને મકાનો બંધ હાલતમાં હતા. દરમિયાન તા. 23 ઓક્ટોબરના રોજ બપોરના સમયે પરિવારના સભ્ય શિલ્પાબેન પાંડોરે બંને મકાનોના નકૂચા તૂટેલા અને દરવાજા ખુલ્લા જોતાં રામજીભાઈને જાણ કરી હતી. જેથી પરિવારે તાબડતોબ લીમડા પહોંચી ઘરમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન રામજીભાઈના નવા મકાનના ઉપરના માળે આવેલી બે તિજોરીઓમાંથી તસ્કરો 40 ગ્રામ સોનાની ચેન, સોનાની બંગડીઓ, વીંટીઓ, સોનાનો ત્રણ તોલાનો સેટ તેમજ ચાંદીના દાગીના સહિત રૂ.6,04,500ની મત્તા ચોરી ગયા હતા. આ ઉપરાંત બાજુમાં આવેલા કાંતિભાઈના નવા મકાનમાંથી પણ 15 ગ્રામ સોનાની ચેન, ચાંદીની વસ્તુઓ તથા 80હજાર રોકડ મળી કુલ ₹2,05,000ની મત્તા ચોરાઈ હતી. આમ બંને મકાનોમાંથી કુલ ₹8,09,500ના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ ચોરી અંગે નિવૃત્ત પીઆઈ રામજીભાઈ પાંડોરે ચિઠોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગંદકીના કારણે લોકો પરેશાન:અમરેલી શહેરમાં સરમાળીયા દાદા ચોકમાં ખાતર સ્ટેન્ડ બંધ કરી કચરા વાહન શરૂ કરો
    Next Article
    હિંમતનગરમાં રેલવે એક્ટના ખુલ્લેઆમ ધજાગરા:આંબાવાડી રેલવે ટ્રેક પર ભરાતી ગુર્જરીમાં મોટી દુર્ઘટનાની ભીતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment