Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંદકીના કારણે લોકો પરેશાન:અમરેલી શહેરમાં સરમાળીયા દાદા ચોકમાં ખાતર સ્ટેન્ડ બંધ કરી કચરા વાહન શરૂ કરો

    18 hours ago

    અમરેલી નગરપાલિકાના વોર્ડ નં. 9માં સરમાળીયા દાદા ચોક પાસે આવેલા ખાતર સ્ટેન્ડની આસપાસ ગંદકી ફેલાતી હોવાના કારણે સ્થાનિક રહીશો પરેશાન થઈ રહ્યા છે. કચરાના ઢગલાથી અસ્વચ્છતા ફેલાતી હોવાથી જાહેર આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પૂર્વ વિપક્ષ નેતા સેજલબેન પ્રહલાદભાઈ સોલંકીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. ખાતર સ્ટેન્ડની એક તરફ સરમાળીયા દાદાનું મંદિર આવેલું છે. આવી સ્થિતિમાં ધાર્મિક સ્થળની આસપાસ સ્વચ્છ વાતાવરણ રહે તે માટે અહીં કાયમી ખાતર સ્ટેન્ડ ચાલુ રાખવાને બદલે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે. સેજલબેન સોલંકીએ સરમાળીયા દાદા ચોક પાસેનું ખાતર સ્ટેન્ડ તાત્કાલિક બંધ કરી તેના વિકલ્પરૂપે મોબાઇલ કચરા વાહનની વ્યવસ્થા શરૂ કરવાની માંગ કરી છે. આ વાહનમાં સ્થાનિક રહીશો કચરો નાખી શકે અને એકત્ર થયેલા કચરાનો દરરોજ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તો આ વિસ્તારની સ્વચ્છતા જળવાશે. તેમણે આ વિસ્તારમાં કચરા વાન શરૂ કરવા માંગ કરી છે. વોર્ડ નંબર 9માં સરમાળીયા દાદા ચોક પાસે કચરાના ઢગ પડ્યા છે. તે તાત્કાલીક ઉપાડી અહીં સફાઈ જાળવવા માટે પણ સ્થાનિક લોકોમાં માંગણી ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    વડલી ગામના યુવકનો પાટણમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત:37 વર્ષીય યુવકના આપઘાતનું કારણ અકબંધ
    Next Article
    વિજયનગરના લીમડામાં પીપળી ફળિયામાં રોકડ, દાગીનાની ચોરી:નિવૃત્ત PI સહિત બે ભાઈઓના બંધ મકાનમાંથી 8 લાખની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment