Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યૂ રાણીપમાંથી એક્ટિવા ચાલક મહિલાએ 37 દિવસના બાળકનું અપહરણ કર્યું:નંબર વિનાની એક્ટિવા હતી, બાળક 1 કિમી દૂરથી મળી આવ્યું; મહિલાની શોધખોળ શરૂ

    1 day ago

    અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા 37 દિવસના બાળકનું મધરાત્રે અપહરણ થયુ હતું. મોડી રાત્રે બાળકના અપહરણનો મામલો પોલીસ પાસે પહોંચતા સાબરમતી પોલીસ અને ક્રાઇમબ્રાંચની વિવિધ ટીમો બાળકને શોધવામાં લાગી હતી. આ દરમિયાનમાં બાળક 1 કિમી દૂરથી રોડ પરથી બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. પોલીસે બાળકનું અપહરણ કરનાર મહિલાની શોધખોળ હાથ ધરી છે. દંપતિ જાગ્યુ ત્યારે ખાટલામાંથી બાળક ગાયબ હતું ન્યુ રાણીપમાં આવેલા અહવાલીયા તળાવની ફુટપાથ પર એક માસ 7 દિવસનું બાળક માતા-પિતા સાથે ખાટલામાં સુતું હતું. આ દરમિયાનમાં મોડી રાત્રે 3.15 વાગ્યાની આસપાસ જ્યારે દંપતિ જાગ્યુ ત્યારે ખાટલામાંથી બાળક ગાયબ હતું. આસપાસમાં શોધખોળ કરવા છતાંય બાળકનો પતો ન લાગતા દંપતિએ પોલીસને જાણ કરી હતી. સાબરમતી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રોડ પરના સીસીટીવી તપાસ્યા હતા. જેમાં અજાણી મહિલા એક માસના બાળકનું અપહરણ કરીને જતા કેમેરામાં કેદ થઇ હતી. બાળક માતા-પિતા પાસે પહોંચડાતા હાશકારો થયો સાબરમતી પોલીસની સાથે સાથે ક્રાઇમબ્રાંચની ટીમો પણ બાળક અને અપહરણકર્તાની શોધખોળમાં લાગી હતી. આ દરમિયાનમાં શનિવારે(3 ઓક્ટોમ્બર) સાંજે આ બાળક ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા રોડ પરથી બિનાવારસી હાલતમાં મળી આવ્યુ હતું. પોલીસે તાત્કાલિક બાળકનો કબ્જો લઇને તેના માતા પિતાને સોંપતા વાલી અને પોલીસે હાશકારો અનુભવ્યો હતો. વિવિધ ટીમો દ્વારા શંકાસ્પદ મહિલાઓની તપાસ શરૂ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર બનાવ સ્થળ અને બાળક મળી આવ્યું તે જગ્યાની વચ્ચે આશરે એકાદ કિમીનું અંતર છે. જેથી અહીં રહેતી શંકાસ્પદ મહિલાઓની વિવિધ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સાથે બાળકની હાલત સુરક્ષિત છે અને તેના માતા પિતાની સાથે સાથે ઓળખીતા લોકોની પણ પૂછપરછ હાથ ધરી અપહરણકર્તાઓ સુધી પહોંચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જે વ્યક્તિએ અપહરણ કર્યુ તે નંબર પ્લેટ વગરનું વાહન લઇને આવી હતી, જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરીને ઘટનાના મૂળ સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.
    Click here to Read More
    Previous Article
    વેસ્ટ ઇન્ડિઝની પાંચમી વિકેટ પડી, સ્કોર-306/5:શાઈ હોપની 21મી વનડે સદી, કુલદીપે ફોર્ડને આઉટ કર્યો; ભારતે 352 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    'God Made Me This Way': LGBTQ Influencer Mad Sandhu, Murdered In Amritsar, Had This To Say To 'Culture' Trolls

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment