Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમલપિયાલી:અવઢવથી મોટો મુંઝારો બીજો કોઈ નથી

    23 hours ago

    વિનોદ જોશી કોઈ આઘે આઘેથી વેણુ વાય છે, મને `જાતી રહું, જાતી રહું’ થાય છે... - હરીન્દ્ર દવે સાચી કવિતાની પંક્તિ હંમેશાં રહસ્યથી ભરી ભરી હોય છે. એ સીધી સાદી લાગે પણ તેમાં ઊંડાણ હોય. શબ્દની શક્તિઓનો મહિમા કરનારા શાસ્ત્રીઓએ વ્યંજનાને સર્વોપરી શક્તિ કહી છે. કાવ્યમાંથી સીધો અર્થ તો મળે. પણ તે લેવાનો ન હોય અને કશુંક બીજું જ સમજવાનું કે અનુભવવાનું હોય ત્યારે કાવ્યમાં વ્યંજના શક્તિ છે તેમ કહેવાય. વ્યવહારજગતમાં આપણે શબ્દની આ શક્તિને ઘણીવાર ખપમાં લઇએ છીએ. પણ કાવ્યનો તો તે પ્રાણ હોય છે. અહીં લેવાયેલી પંક્તિઓમાં રહેલી વ્યંજના મોહક અને તેથી જ કાવ્યના સૌંદર્યને પ્રગટાવનારી છે. વાત તો કોઈ યુવતીના મુખે કહેવાઈ રહી છે. વેણુ અર્થાત્ વાંસળીનો સંદર્ભ છે તો અહીં રાધા કે ગોપીની વાતને જોડી શકાય. ગોપી વાંસળીનો સૂર સાંભળે છે. એ સૂર ક્યાંક આઘે આઘેથી આવે છે. તેનો અર્થ એ થયો કે તેનો વગાડનાર નજીક નથી. વળી અહીં બે વાર `આઘે’ એમ કહેવાયું છે. તેનાથી વધારે દૂરતાનો સંકેત થાય છે. જે સન્મુખ નથી એટલે કે જે દૂર છે તેની વાંસળીનો સૂર આ ગોપીને સંભળાઈ રહ્યો છે. વાંસળીનો સૂર આક્રમક ન હોય. એ મધુર અને સંમોહક હોય. ગોપીને આ સૂર આકર્ષી રહ્યો છે. તરત જ સમજાય છે કે ગોપી આવા સૂરના છેડનાર પાસે જવા ઉત્સુક બની છે. પણ તેવું અહીં સ્પષ્ટ કહેવાયું નથી. કાવ્યનો આ ઊંડો અને અર્થગર્ભ તરીકો છે, જેને કવિએ ગોપીમુખે આલેખ્યો છે. વાંસળીના સૂરના બહાને વાંસળીના વગાડનાર પાસે જવાનો મનસૂબો ધારણ કરીને બેઠેલી ગોપી જાણે છે કે જે `આઘે આઘે’ હોય તેની પાસે જવું સરળ તો નહીં જ હોય. એટલે એ કોઈ ઉધામા કરતી નથી. પગ ઉપાડતી નથી. એને દિશાની ખબર છે. એણે અંતરની પણ ખબર છે. પણ એ પ્રયત્ન કરતી નથી. કદાચ એ વેણુ વગાડનાર પાસે જવું એને અશક્ય લાગ્યું હોય. કદાચ અયોગ્ય લાગ્યું હોય. કદાચ હમણાં તો સૂર સાંભળી લઉં, પછી પગ ઉપાડીશ તેવું એના મનમાં આવ્યું હોય. કવિએ આવી અનેક શક્યતાઓ અહીં ખુલ્લી રાખી છે. પણ આ ગોપી વેણુવાદક પાસે જતી નથી તેનું એક કારણ એ પણ હોઇ શકે કે એને લોકલાજ નડતી હોય. નહીંતર તો એણે પગ ઉપાડ્યા જ હોય. `જાતી રહું, જાતી રહું’ એવું બે વાર કહેવાયું છે. પણ એવું તો એના મનમાં થાય છે. સંકલ્પ તો હોય પણ સિદ્ધિ વિષેની અવઢવ સંકલ્પને નબળો પાડે. એની નિયતિ માત્ર આઘેથી સંભળાઈ રહેલો મધુર વેણુનાદ સાંભળી રહેવાની જ છે. એક તરફ `આઘે આઘે... જાતી રહું, જાતી રહું’ ની મનમાં જાગી ગયેલી ઈચ્છા છે અને બીજી તરફ જઇ શકાતું નથી તેની વિમાસણ છે. જઇ પણ ન શકાય અને રહી પણ ન શકાય તે વેઠવું બહુ વસમું હોય છે. અવઢવથી મોટો મુંઝારો બીજો કયો હોઇ શકે? અનિર્ણયાત્મકતાથી ઘેરાઈ ગયેલી ગોપી અસમંજસથી ઘેરાઈ ગયેલી છે. એ અભિસારિકા છે કે પરકીયા છે તે સમજવું પણ આ અવઢવને કારણે મુશ્કેલ બને છે. સંસ્કૃત ભાષાના અશ્વઘોષ નામના કવિએ `સૌંદરનંદ’ નામે મહાકાવ્યમાં લખ્યું છે કે, મહેલના ઝરૂખામાંથી, બુદ્ધ સાથે રાજમાર્ગ પરથી નીકળતો શ્રમણોનો સંઘ જોઈ રહેલા રાજા નંદને પણ બુદ્ધના શ્રમણ થઈ જવાનું મન થઈ જાય છે. તે જ વખતે અંત:પુરમાંથી નંદની રાણી સુંદરી નંદને પોતાની પાસે આવવા નિમંત્રણ આપી રહી છે. નંદને પોતે કઈ દિશાએ જવું તેની અવઢવ થાય છે. અશ્વઘોષે નંદની આ અવઢવ વર્ણવતા એવું લખ્યું છે કે તરંગ પર તરતા રાજહંસની માફક તે ન તો સ્થિર રહી શક્યો કે ન તો આગળ વધી શક્યો. અહીં કવિએ ગોપીની આવી જ કોઈ અવઢવની પળને બહુ સુંદર રીતે વ્યંજિત કરી છે. કવિ હિમલ પંડ્યાનો એક શે’ર અહીં યાદ કરવા જેવો છે : `એનાં હૃદય સુધી તો પહોંચી ગયા’તા પણ, લખ્યું’તું : અહીંથી રસ્તો આગળનો બંધ છે.’ રસ્તાઓ ખુલ્લા હોય કે બંધ હોય. પણ હૃદય તો કોઈપણ અંતરાયને ઓળંગી જઈ એણે જ્યાં પહોંચવું હોય ત્યાં કોઈને પણ પુછ્યા વગર કે કોઇની પણ દરકાર કર્યા વગર પહોંચી જ જતું હોય છે. આઘે આઘેથી પણ પહોંચી જતું હોય છે. એને કોઈ અવઢવ નડતી નથી. લક્ષ્ય નક્કી હોય અને `જાતી રહું, જાતી રહું’ એવું મનમાં થાય એટલે જ્યાં જવું હોય ત્યાં પહોંચી જ ગયાં કહેવાઈએ. કવિતા પણ આપણને જ્યાં હોઈએ ત્યાંથી જ્યાં જવું હોય ત્યાં આમ જ પહોંચાડતી દેતી હોય છે. }
    Click here to Read More
    Previous Article
    થેન્ક યૂ:આપણે કોનું માનીએ?
    Next Article
    લક્ષ્યવેધ:રિટેક, રિસેટ, રિઝલ્ટ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment