Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થેન્ક યૂ:આપણે કોનું માનીએ?

    1 day ago

    ડો. જયેશ વાછાણી અત્યારની મોટા ભાગની તકલીફનું કારણ કોઈ કોઈનું માનતું નથી એ છે. કોઈને કહેવાથી કે સમજાવવાથી હવે કોઈ સમજતું જ નથી. સૌ, પોતે જ સાચા છે એવું માને છે. બીજાને પૂછવાની વાત તો એકબાજુ રહી, બીજા સામે ચાલીને સમજાવે ત્યારે પણ પોતાનું ધાર્યું જ કરે છે. કોઈક તો એનું એવું હોવું જોઈએ જેનાથી એ સમજાવ્યો સમજે. અત્યારે તો એનો કોઈ અંગત એવો હોય જ નહીં કે એ એનાથી સમજાવ્યો સમજે. પૂછીએ કે એ કોનું માને તો જવાબ મળે; એ કોઈનું નહીં માને. આ કોઈનું ન માનતા માણસો સમાજ માટે ખૂબ જોખમી છે. એને સમાજની શરમ જ નથી. એના ગેરવાજબી વર્તનથી બીજાને શું લાગશે એનાથી એને કશો ફરક જ નથી પડતો. નિસબત જેવું એનામાં કશું હોતું જ નથી. સમાજના નીતિનિયમોની એને પરવા જ નથી. કદાચ કોઈક બાબતે આપણે સંપૂર્ણ સાચા હોઈએ તો પણ બીજા કહે કે સમજાવે તો એમનું માન રાખી માનવાની એક પરંપરા હતી, એ તો જાણે નામશેષ થઈ ગઈ! વડીલ કે વિદ્વાન ક્યારેક સમાધાન કે સમજાવટ માટે કહે ત્યારે એમનું માન રાખી એમની વાત મનાતી. ‘એણે કીધું એટલે મારે કરવું પડે’ની માનમર્યાદા હવે ક્યાંય દેખાતી નથી. પાડોશ, પરિવાર કે સમાજ – બધે જ સૌને પોતાની જ વાત સાચી પડાવી, ધરાર ધાર્યું જ કરવું છે. કોઈનું માન ન જાળવી, શરમ વગરના થઈને પોતાને બળુકો બતાવનાર, બીજાની નજરમાં તો વેંતિયો સાબિત થતો હોય છે. હા, પણ બીજાની નજરમાં એ કેવો લાગે છે એની એને ક્યાં પડી જ છે! તો પછી આવાઓનું કરવું શું? કંઈ ન કરાય, એનું કંઈ ન થાય. એને બસ ભાવ ન દેવાય. ઇગ્નોર કરાય. રિએક્શન જ ન આપી એનો પાવર ઑફ કરાય. એને ગણાય જ નહીં. આપણને એની આડોડાઈથી કશો ફરક ન પડે એવા ઍન્ટિબૉડી જાતે વિકસાવાય કે જેથી આવા વાઇરસની આપણી જમાવટભરી જિંદગીમાં એન્ટ્રી જ ન થાય. આપણી ઇમોશનલ ઇમ્યુન સિસ્ટમ એવી રખાય કે એની ખણખોદની આપણને અસર જ ન થાય. ચાલો, આપણેય જાતને પૂછી લઈએ કે આપણે કોઈના સમજાવ્યા સમજીએ છીએ? આપણે કોઈનું માન રાખી, માનીએ છીએ? આપણને કોઈકની આંખની શરમ નડે છે? જો જવાબમાં ‘હા’ આવે તો ખૂબ સારું. જાળવી રાખજો.
    Click here to Read More
    Previous Article
    Ground Report | પથ્થરની શિલાઓમાં શક્તિનો ચમત્કાર | જેણે પાંડવોની આશા કરી પૂરી | Prime Time News
    Next Article
    અમલપિયાલી:અવઢવથી મોટો મુંઝારો બીજો કોઈ નથી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment