Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરી વિસ્તારો માટે ગાઈડ લાઈન:ચોમાસા પહેલા અને પછી રોડના સર્વે કરાશે, ટ્રાફિકની સરળતા માટે જંકશનની ડિઝાઇન યોગ્ય રીતે તૈયાર કરવી પડશે

    6 hours ago

    રાજ્ય સરકારના અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગ દ્વારા શહેરી વિસ્તારોમાં રોડ, સ્ટ્રીટ, જંકશન અને સાઈનેઝ માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ચોમાસા પહેલા અને ચોમાસા પછી તમામ તમામ મહાનગરપાલિકાએ રસ્તા બનાવવા માટે સર્વે કરવાનો રહેશે. જે રોડની જમીન નબળી કે બ્લેક કોટન માટી હોય, ભૂગર્ભ જળસ્તર ઉંચુ હોય અને પાણી ભરાવાનું જોખમ હોય તેવા સ્થળે, ઓદ્યોગિક વિસ્તારોમાં જ્યાં ભારે વાહનની અવરજવર હોય, બીઆરટીએસ કોરીડોર, વારંવાર ખાડા પડતા હોય તેવા રોડ પર, અકસ્માતનું જોખણ ધરાવતા રોડ પર તેમજ રોડ પર વારંવાર વધારે રીપેરીંગ ખર્ચ થયો હોય તો ત્યાં આરસીસી રોડ બનવાવા પર ભાર આપવા જણાવવામાં આવ્યું છે. ઇજનેર વિભાગને પણ ગાઈડલાઈન પ્રમાણે કામ કરવાનું રહેશે 8 મીટરથી લઈને 60થી 100 મીટર પહોળા રોડ બનાવતી વખતે કેવા પ્રકારની ડિઝાઈન રાખવાથી લઈને રાહદારીઓને સરળતા રહે તેવા પ્રકારના રોડ બનાવવા માટે સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઇજનેર વિભાગને આ ગાઈડલાઈન પ્રમાણે જ કામગીરી કરવા અને રોડ બનાવવા માટે જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને રોડની ગુણવત્તા પર પણ તંત્ર દ્વારા વિશેષ ભાર આપવામાં આવ્યો છે. રોડ બન્યા પછી મેનહોલ કે ડ્રેનેજ લાઇનના લેવલ પણ યોગ્ય કરી દેવાના રહેશે. જો રોડની કોંગ્રેસ તૂટી હોય તો 15 દિવસમાં અને નાનું પેચ વર્ક પણ 30 દિવસમાં સરખું કરવાનું રહેશે. હોટમિક્સ પ્લાન્ટ અને પેવર સાઇટ પર ગુણવત્તાના જાણકાર અધિકારીની હાજરી જરૂરી ડામરના હોટમિક્સથી બનાવવામાં આવતા રોડમાં કામ શરૂ કરતાં પહેલા કોન્ટ્રાક્ટર અને પીએમસી દ્વારા ગુણવત્તાની ખાતરી આપતો પ્લાન રજુ કરવાનો રહેશે. જેને સક્ષમ અધિકારી દ્વારા મંજુરી આપવામાં આવશે. હોટમિક્સ પ્લાન્ટ અને પેવર સાઇટ પર ગુણવત્તાની જાણકારી ધરાવતા અધિકારીની હાજરી આવશ્યક છે. હોટમિક્સના જથ્થાનું વજન, પ્લાન્ટમાંથી નિકળવાનો સમય, સ્થળે પહોંચવાનો સમય અને તાપમાન પણ નોંધવાનું રહેશે. યોગ્ય ધોરણો ન હોય તો સાઇટ પર મોકલવી નહીં, માલનો ફરી ઉપયોગ કરવો નહીં, હોટમીક્સ પાથરતાં પહેલા સપાટી સાફ કરવી, યોગ્ય તાપમાન જાળવીને મંજુર જાડાઇ પ્રમાણે જ મટિરિયલ પાથરવાનું રહેશે. રોડ લેવલનું અને ઢાળનું ખાસ ધ્યાન રાખવું, મટિરિલયની લેબોરેટરીમાં તપાસ પણ કરાવવી. મેનહોલ, વાલ્વ ચેમ્બર, કેચપીટને પણ નુકસાન ન થાય તે કાળજી રાખવાની રહેશે. જોખમી રોડનું સમારકામ 48 કલાકમાં પૂર્ણ કરવું પડશે શહેરી વિસ્તારોમાં ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત અને નાગરીકો માટે જોખમી રોડનું સમારકામ 48 કલાકમાં પૂર્ણ કરવું પડશે. સમારકામ કર્યા બાદ તેના ફોટો મ્યુનિસિપલ કોર્પોરેશનની એપ્લિકેશનમાં 72 કલાકમાં અપલોડ કરી દેવાના રહેશે. સમારકામ સમયે બેરિકેડિંગ ફરજીયાત કરવું. ખાડાની સપાટી સાફ કરી યોગ્ય બિટુમિન ઇમલ્શન લગાવવું. કોલ્ડ ઇમલ્શન ઇન્જેક્શન તથા ઇન્ફ્રારેડ રિસાયકલિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો. રોડ રિસર્ફેસ, રિગ્રેડિગ કે મિલિંગ કરવા માટે અધિકારીઓ અને ડિઝાઇન કન્સલ્ટન્ટે સંયૂક્ત રીતે સ્થળની મુલાકાત લેવી ફરજીયાત છે. પાણીની લાઇન, ડ્રેનેજ કે સ્ટોર્મ લાઇન તથા અન્ય ભુગર્ભ સુવિધાઓનો સર્વે કરી તેની વિગતો પણ અંદાજ સાથએ જોડવી, વારંવાર તૂટતી જૂની ડ્રેનેજ કે સ્ટોર્મ વોટર લાઇન મેનહોલનું જરૂરી રિહેબિલિટેસન અથવા મજબૂતીકરણ રોડ બનતા પહેલા જ કરી દેવું. સાઈન બોર્ડને લઈને પણ ખાસ ઉલ્લેખ શહેરમાં ખાસ કરીને ચાર રસ્તા ઉપર સૌથી વધારે ટ્રાફિક થતો હોય છે, ત્યારે નાગરિકોની સુરક્ષા માટે ખૂબ જ ગંભીરતા પૂર્વક જંકશનની ડિઝાઇન તૈયાર કરવા માટે જણાવવામાં આવ્યું છે. અલગ અલગ વિસ્તારોમાં સાઈનેઝ બોર્ડ લગાવવા માટે જણાવવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને રોડ વિસ્તારમાં 30 કિલોમીટર પ્રતિ કલાક, મુખ્ય રોડ ઉપર 50 કિલોમીટર પ્રતિ કલાક સુધીની સ્પીડનું બોર્ડ લગાવવાનું રહેશે. યોગ્ય ઊંચાઈ અને લોકોને દેખાય તે મુજબનું સાઈન બોર્ડ લગાવવા તેમજ લોકોને ખબર પડે તેના માટે અલગ અલગ કલરના સાઈન બોર્ડ લગાવવા જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં પ્રેમસંબંધની શંકા રાખી યુવક પર તલવાર-છરી વડે જીવલેણ હુમલો:ગઢેચી રેલ્વે ફાટક પાસે ચાર શખ્સોનો ખૂની ખેલ, બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ
    Next Article
    ચોટીલામાં PGVCLનો હેલ્પર 60 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો:મીટર ઉતારી મોટો દંડ ન ભરવો પડે તે માટે 70 હજારની લાંચ માંગી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment