Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલામાં PGVCLનો હેલ્પર 60 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો:મીટર ઉતારી મોટો દંડ ન ભરવો પડે તે માટે 70 હજારની લાંચ માંગી હતી

    6 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ભ્રષ્ટાચાર સામે ACB દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ચોટીલા PGVCL કચેરીમાં ફરજ બજાવતા હેલ્પર બિપીનભાઈ પારેજીયા ₹60 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. રાજકોટ ગ્રામ્ય ACBની ટીમે જાગૃત નાગરિકની ફરિયાદના આધારે છટકું ગોઠવી આ કાર્યવાહી કરી હતી. મીટર ઉતાર્યા બાદ દંડ ન ભરવો પડે તે માટે લાંચની માગણી મળતી માહિતી મુજબ, ચોટીલા PGVCL કચેરીમાં ફરજ બજાવતા હેલ્પર બિપીનભાઈ પારેજીયાએ ફરિયાદીનું મીટર ઉતારીને મોટો દંડ ન ભરવો પડે તે માટે લાંચની માગણી કરી હતી. આરોપીએ ફરિયાદી પાસે શરૂઆતમાં ₹70 હજારની લાંચ માગી હતી. રકઝક બાદ ₹60 હજારમાં સોદો નક્કી થયો લાંચની રકમ અંગે ફરિયાદી અને આરોપી વચ્ચે રકઝક થઈ હતી. અંતે ₹60 હજારમાં સોદો નક્કી થયો હતો. આ અંગે જાગૃત નાગરિકે રાજકોટ ગ્રામ્ય ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવીને કાર્યવાહી હાથ ધરી હતી. રોકડ સ્વીકારતી વખતે ACBએ ઝડપી પાડ્યો ACBની ટીમે ગોઠવેલા છટકા દરમિયાન બિપીનભાઈ પારેજીયા ફરિયાદી પાસેથી ₹60 હજારની લાંચની રકમ સ્વીકારતા જ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ACBએ લાંચની રકમ કબજે કરી આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સરકારી કચેરીમાં લાંચ લેતા કર્મચારી ઝડપાતા ભ્રષ્ટાચાર સામે ACBની કાર્યવાહીથી સરકારી તંત્રમાં ફફડાટ ફેલાયો છે.
    Click here to Read More
    Previous Article
    શહેરી વિસ્તારો માટે ગાઈડ લાઈન:ચોમાસા પહેલા અને પછી રોડના સર્વે કરાશે, ટ્રાફિકની સરળતા માટે જંકશનની ડિઝાઇન યોગ્ય રીતે તૈયાર કરવી પડશે
    Next Article
    Jamia Millia Islamia Protest: जामिया में छात्रों का जबरदस्त हंगामा, क्या है मांग? Jamia University

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment