Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં પ્રેમસંબંધની શંકા રાખી યુવક પર તલવાર-છરી વડે જીવલેણ હુમલો:ગઢેચી રેલ્વે ફાટક પાસે ચાર શખ્સોનો ખૂની ખેલ, બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ

    6 hours ago

    ભાવનગર શહેરના કુંભારવાડા ગઢેચી વડલા રેલ્વે ફાટક પાસે એક યુવક પર પ્રેમસંબંધની આશંકા રાખીને ચાર શખ્સોએ તલવાર અને છરી વડે હિચકારો હુમલો કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતા સ્મિત નામના યુવાનને એક યુવતી સાથે અફેર હોવાની શંકા રાખીને આરોપીઓએ વાતચીત કરવાના બહાને ગઢેચી ફાટક પાસે બોલાવ્યો હતો. યુવક પોતાના મિત્ર સાથે સ્થળ પર પહોંચતાં જ બે મોટરસાઇકલ પર ધસી આવેલા ચાર હુમલાખોરોએ તેના પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. તલવાર અને છરીના ઘા ઝીંકી લોહીલુહાણ કરી દીધો ઘટનાની વિગતો અનુસાર ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી ગાંધીનગર સ્થિત પ્લોટ નંબર 76/એમ ખાતે રહેતા વિશાલભાઈ પંકજભાઈ સોલંકીએ આ મામલે બોરતળાવ પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી સુનિલ ઉર્ફે ગોલ્ડન મુકેશભાઈ ત્રિવેદીએ તેના ભાઈ સ્મિતને એક યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની શંકા રાખી કુંભારવાડા ગઢેચી રેલ્વે ફાટક પાસે બોલાવ્યો હતો. સ્મિત પોતાના મિત્ર જીતુ વર્મા સાથે ત્યાં પહોંચ્યો ત્યારે બે બાઇક પર સુનિલ ઉર્ફે ગોલ્ડન, ધર્મેશ અરવિંદભાઈ તલાવીયા, નીતિન વિક્રમભાઈ ચુડાસમા અને મિતેશ અરવિંદભાઈ મકવાણા ધસી આવ્યા હતા. સ્થળ પર પહોંચતાં જ સુનિલ ઉર્ફે ગોલ્ડને તલવાર વડે સ્મિતના પગના ભાગે ઘા માર્યો હતો, જ્યારે નીતિન ચુડાસમાએ છરી વડે છાતી અને પડખાના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગંભીર રીતે ઘવાયેલા સ્મિતને અન્ય બે શખ્સો ધર્મેશ તલાવીયા અને મિતેશ મકવાણાએ પકડી રાખી ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો. હુમલા બાદ ચારેય આરોપીઓ જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપીને પોતાની મોટરસાઇકલ પર નાસી છૂટ્યા હતા. હુમલામાં લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડેલા સ્મિતને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ચાર હુમલાખોરો સામે ગુનો દાખલ આ ગંભીર બનાવ અંગે બોરતળાવ પોલીસે ઇજાગ્રસ્ત યુવકના ભાઈની ફરિયાદના આધારે સુનિલ ઉર્ફે ગોલ્ડન ત્રિવેદી, ધર્મેશ તલાવીયા, નીતિન ચુડાસમા અને મિતેશ મકવાણા વિરુદ્ધ BNSની કલમ 109(1), 115(2), 351(3), 54 તેમજ જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી તમામ ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    મચ્છુ નદીના કાંઠે મહંત સ્વામીના સાંનિધ્યમાં હરિભક્તોની દિવાળી:BAPS સ્વામિનારાયણ મંદિરમાં 17 મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા; CMએ કહ્યું- સિરામિક નગરી હવે સ્પિરિચ્યુઅલ નગરી બનવા તરફ
    Next Article
    શહેરી વિસ્તારો માટે ગાઈડ લાઈન:ચોમાસા પહેલા અને પછી રોડના સર્વે કરાશે, ટ્રાફિકની સરળતા માટે જંકશનની ડિઝાઇન યોગ્ય રીતે તૈયાર કરવી પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment