Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મચ્છુ નદીના કાંઠે મહંત સ્વામીના સાંનિધ્યમાં હરિભક્તોની દિવાળી:BAPS સ્વામિનારાયણ મંદિરમાં 17 મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા; CMએ કહ્યું- સિરામિક નગરી હવે સ્પિરિચ્યુઅલ નગરી બનવા તરફ

    18 hours ago

    મોરબીમાં મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં ચાર દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. આજે દરમિયાન મહંત સ્વામીની પાવન હાજરીમાં ગર્ભગૃહમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ઘનશ્યામ મહારાજ સહિત કુલ 17 દેવી-દેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં કરવામાં આવી હતી છે. આ ઐતિહાસિક અને પવિત્ર પ્રસંગના સાક્ષી બનવા માટે હજારોની સંખ્યામાં હરિભક્તો મોરબી ખાતે ઉમટી પડ્યા હતા.જ્યારે સાંજના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વિવિધ મંત્રીઓ અને રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહીને મહોત્સવની શોભા વધારી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, મોરબી સિરામિક નગરી હવે સ્પિરિચ્યુઅલ નગરી બનવા તરફ આગળ વધી રહી છે. મુખ્યમંત્રીએ દર્શન કર્યા BAPS સ્વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી હાજર રહ્યા. સ્વામિનારાયણ સંતોએ તેમને મંદિરનો શિલાલેખ અર્પણ કરાયો. નવનિર્મિત મંદિરના ગર્ભગૃહમાં જઈને મુખ્યમંત્રીએ ભગવાનના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા અને ધન્યતા અનુભવી હતી. ધર્મસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું જતન-સંવર્ધન કરીને તેને વિશ્વ ફલક પર ગૌરવ અપાવી રહ્યો છે. આ મંદિરના લીધે મોરબીની શોભા અને ગૌરવ બને વધશે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, સૌ નાગરિકોને જળ સંચય, ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી તેમજ યોગ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા આહ્વાન કર્યું હતું. અને મોરબીને સુંદર મંદિરની ભેટ આપવા બદલ મુખ્યમંત્રીએ મહંત સ્વામી મહારાજનો આભાર વ્યક્ત કર્યો હતો. ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું મોરબી આ નવનિર્મિત મંદિરના ઉદ્ઘાટનને કારણે સ્થાનિક હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મચ્છુ કાંઠે વહેલી દિવાળી આવી હોય તેવો માહોલ સર્જાયો હતો અને સમગ્ર મોરબી ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. 'મોરબીવાસીઓને એક અદ્ભુત ધાર્મિક સ્થળની ભેટ મળી' અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું હતું કે, આ મંદિરથી ભક્તોને સનાતન ધર્મ, કલા-કોતરણી અને સ્થાપત્યનો પરિચય મળશે.આ મહોત્સવમાં 500 થી વધુ સંતો અને દેશ-વિદેશના હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. BAPS સંસ્થા દ્વારા મોરબીવાસીઓને એક અદ્ભુત ધાર્મિક સ્થળની ભેટ મળી છે 'પ્રથમ દર્શન કરીને ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે' મોરબી સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંગે વાત કરતા કીર્તનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. જેની ચરમસીમારૂપે મહંત સ્વામી મહારાજે મૂર્તિઓમાં પ્રાણ પૂરીને પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ કરી છે. મોરબીને મળેલા આ અદ્ભુત અને નયનરમ્ય મંદિરના દર્શન કરવા તેમણે તમામ દર્શકો તથા ભક્તોને આમંત્રણ પાઠવ્યું હતું. ‘ભક્તો માટે મોટું અહોભાગ્ય’ અમેરિકાના ન્યૂયોર્કથી ખાસ આ મહોત્સવમાં હાજરી આપવા આવેલા ખ્યાતિ ગિરીશભાઈ પંડ્યાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 93 વર્ષની ઉંમરે મહંત સ્વામી મહારાજ અહી આવીને મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી રહ્યા છે તે ભક્તો માટે મોટું ભાગ્ય છે. તેમણે આ ભવ્ય મહોત્સવનો લાભ લેવા તેમણે તમામ લોકોને મોરબી પધારવા અનુરોધ કર્યો હતો. ગઇકાલે રવાપર ગામના રામેશ્વર પાર્ટી પ્લોટથી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ મોરબીમાં મચ્છુ નદીના કાંઠે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે રવાપર ગામના રામેશ્વર પાર્ટી પ્લોટથી મંદિર સુધી ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં પ્રતિષ્ઠા પામનારી તમામ મૂર્તિઓને આકર્ષક ફ્લોટ્સમાં બિરાજમાન કરીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેનું સિરામિક એસોસિએશન, વિવિધ સંગઠનો અને જ્ઞાતિ સમાજો દ્વારા ભાવભીનું સ્વાગત કરાયું હતું. આ મહોત્સવમાં રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો સહિત અનેક રાજકીય તથા સામાજિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન પ્રસંગે મહંતસ્વામી મહારાજે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કરીને હરિભક્તોને દર્શનનો લાભ આપ્યો હતો. ધાર્મિક ઉમંગ અને હર્ષોલ્લાસ જુઓ 3 તસવીરમાં ગર્ભગૃહમાં દેવ-દેવતાઓની સ્થાપના કરાઈ આ ભવ્ય મહોત્સવ દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ઘનશ્યામ મહારાજ ઉપરાંત રાધા કૃષ્ણ ભગવાન, રામ પરિવાર, શિવ પરિવાર, ગુરુપરંપરા તેમજ નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિઓ પૂર્ણ વિધિવિધાન સાથે સ્થાપિત કરવામાં આવી છે. પિલર-લેસ વિશાળ સત્સંગ હોલ મંદિરમાં 5000 હરિભક્તો એકસાથે બેસી શકે તેવો પિલર-લેસ એટલે કે થાંભલા વગરનો વિશાળ કૂલિંગ સત્સંગ હોલ તૈયાર કરવામાં આવ્યો છે. આજે સવારના ધાર્મિક વિધિ-વિધાન બાદ સાંજે 4:00 વાગ્યાથી વિશાળ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ ઓડિશામાં RBI ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું:મુંબઈના ડેટા સેન્ટરમાં કોઈ સમસ્યા આવે તો બેકઅપ આપશે; બેન્કિંગ-પેમેન્ટ સિસ્ટમ બંધ નહીં થાય
    Next Article
    ભાવનગરમાં પ્રેમસંબંધની શંકા રાખી યુવક પર તલવાર-છરી વડે જીવલેણ હુમલો:ગઢેચી રેલ્વે ફાટક પાસે ચાર શખ્સોનો ખૂની ખેલ, બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment