Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ભવિષ્યમાં જરૂર પડશે તો અછત જાહેર કરીશું', મંત્રી બાવળિયાનું નિવેદન:કહ્યું- જ્યાં વરસાદ ઓછો છે ત્યાં સરકારી યોજનાની પૂર્વ તૈયારી માટે સર્વે કરાવી લીધો

    1 day ago

    'જ્યાં વરસાદ ઓછો છે ત્યાં સરકારી યોજનાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સર્વે કરાવી લીધો છે. ભવિષ્યમાં જરૂર પડશે તો એ વિસ્તારને ધ્યાનમાં રાખી દુષ્કાળ જાહેર કરવાનું થતું હશે તો અછત જાહેર કરીશું'. આ શબ્દો છે મંત્રી કુંવરજી બાવળિયાના. રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં રાષ્ટ્રીય સરસ મેળાના ઉદ્ધાટન સમયે આ નિવેદન આપ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાભાગના જિલ્લામાં આ વર્ષે વરસાદ ઓછો વરસ્યો છે ત્યારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતો-પશુપાલકો ઘાસચારો અને પાણીની યોગ્ય વ્યવસ્થાની માગ કરી રહ્યા છે. 'વધારાનું ઘાસ અને પાણી દરેક જિલ્લામાં અપાઈ રહ્યું છે' મંત્રી કુંવરજી બાવળિયાએ વધુમાં જણાવ્યું કે, અત્યારે જ્યાં જરૂરિયાત છે ત્યાં ઘાસ અને વધારાનું પાણી દરેક જિલ્લામાં અપાઈ રહ્યું છે. દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ પર જવાબ આપ્યો કે, એ જ્યાં જરૂરિયાત ઊભી થશે એ પ્રમાણે સર્વે કર્યા પછી અને જે પ્રકારની જરૂરિયાત હશે એ પ્રમાણે રાજ્ય સરકાર એ બાબતે પોઝિટિવ છે. પણ અત્યારે જ્યાં જરૂરિયાત છે ત્યાં પાણી, ઘાસચારો વગેરે અપાય છે. રેસકોર્સ મેદાનમાં રાષ્ટ્રીય સરસ મેળાનું ઉદ્ધાટન મંત્રી બાવળિયાએ કહ્યું કે, રાષ્ટ્રીય આજીવિકા મિશન (NRLM)ના માધ્યમથી રાષ્ટ્રીય સરસ મેળો રાજકોટના આંગણે અમે ખુલ્લો મૂકીએ છીએ. આજથી 5 નવેમ્બર સુધી ખુલ્લો રહેશે. અહીં જુદા-જુદા 13 રાજ્યમાંથી મિશન મંગલમની એસ.એચ.જી. ગ્રુપની બહેનોએ 160 જેટલા સ્ટોલ નાખ્યા છે. અહીંયા આપણા ગુજરાત રાજ્યની મિશન મંગલમની બહેનો અને અન્ય રાજ્યોમાંથી આવેલી બહેનોએ તૈયાર કરેલી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ રખાયું છે. આ સરસ મેળાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે એસ.એચ.જી.ની બહેનોએ પોતે જાતે તૈયાર કરીને બનાવેલી વસ્તુઓ બજારમાં વેચી શકે અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી એમને બજાર મળે.
    Click here to Read More
    Previous Article
    કડી-થોળ હાઈવે પર દુકાનનું શટર તોડી રૂ. 70 હજારની ચોરી:મેડા-આદરજ ગામે આવેલી ‘જય અંબે મુખવાસ’ હોલસેલ દુકાનને તસ્કરોએ નિશાન બનાવી
    Next Article
    75%ના રેશનકાર્ડ NON-NFSAમાં ફેરવાશે:‘પોશ’ વિસ્તારોના 9,500 બોગસ ‘ગરીબ લાભાર્થી’ સામે તપાસ પૂર્ણતાના આરે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment