Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    75%ના રેશનકાર્ડ NON-NFSAમાં ફેરવાશે:‘પોશ’ વિસ્તારોના 9,500 બોગસ ‘ગરીબ લાભાર્થી’ સામે તપાસ પૂર્ણતાના આરે

    1 day ago

    ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય, મોટી જમીન ધરાવતા હોય, સરકારી કે ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતાં હોય તેમજ લક્ઝરી કાર ધરાવતા હોવા છતાં સ્થાનિક મામલતદારનો આવકનો દાખલો મેળવી NFSA હેઠળ સસ્તા અનાજનો લાભ લેતા રાજકોટ શહેરના 9,500 રેશનકાર્ડ ધારકો સામે પુરવઠા વિભાગના ઝોનલ ઓફિસરોની તપાસ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. આ તપાસમાં કાલાવડ રોડ અને યુનિવર્સિટી રોડ પરના પોશ વિસ્તારોના 2,932 લાભાર્થી સામે પણ તપાસ હાથ ધરાઈ છે. રાજકોટ શહેર પુરવઠા અધિકારી સુશીલ પરમારના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારના પ્રાપ્ત થયેલા ડેટાના આધારે ઝોનલ ઓફિસરો દ્વારા તમામ 9,500 અરજીઓની સઘન ખરાઈ કરવામાં આવી રહી છે. જેમાં ઝોન-1 (પૂર્વ વિસ્તાર)માં 2,538 અરજીઓ, ઝોન-2 (પશ્ચિમ વિસ્તાર)માં 2,392 અરજીઓ, ઝોન-3 (દક્ષિણ વિસ્તાર)માં 1,900 અરજીઓ, ઝોન-4 (દક્ષિણ વિસ્તાર)માં 2,645 અરજીઓ થઇ છે. 6 લાખની આવકછતાં બોગસ લાભાર્થીએ અનાજ ઉપાડ્યું! ચકાસણી દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. વાર્ષિક ₹6 લાખથી વધુ આવક ધરાવતા હોય, નિયમિત ઇન્કમટેક્સ અને GST ભરતા હોય, મોટા જમીનદાર હોય કે ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા હોય તેવા લોકો પણ ગરીબોના હકનું રાશન મેળવી રહ્યા હતા. એટલું જ નહીં, મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામે પણ અનાજ ઉપાડવામાં આવતું હોવાનું પુરવઠા વિભાગના ધ્યાને આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    'ભવિષ્યમાં જરૂર પડશે તો અછત જાહેર કરીશું', મંત્રી બાવળિયાનું નિવેદન:કહ્યું- જ્યાં વરસાદ ઓછો છે ત્યાં સરકારી યોજનાની પૂર્વ તૈયારી માટે સર્વે કરાવી લીધો
    Next Article
    How Netanyahu Stays in Power (Against All Odds)

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment