Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહુચરાજીના શંખલપુરમાં બે વર્ષથી કેનાલ તૂટેલી:ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત, રવિપાક સૂકાઈ રહ્યો; તંત્રના માત્ર ખોટા વાયદાથી ખેડૂતોમાં રોષ

    6 days ago

    મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના શંખલપુર ગામે છેલ્લા બે વર્ષથી માયનોર કેનાલ તૂટેલી હાલતમાં હોવાને કારણે ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત બન્યા છે અને તેમનો શિયાળુ રવિપાક સૂકાઈ રહ્યો છે. ‘અધિકારીઓ ખોટા આશ્વાસનો આપીને ફોન બંધ કરી દે છે’ એક તરફ ઓછા વરસાદના કારણે અગાઉ ખેડૂતોની ચોમાસુ ખેતી નિષ્ફળ ગઈ હતી, ત્યારે હવે રવિપાકને બચાવવા માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. પરંતુ કેનાલનું સમારકામ કરવામાં તંત્ર દ્વારા સતત બે વર્ષથી માત્ર વાયદા જ કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક ખેડૂત સાગરભાઈના જણાવ્યા અનુસાર, તંત્રના અધિકારીઓ ફોન પર માત્ર "આવીએ છીએ, નવી બનાવીએ છીએ" જેવા ખોટા આશ્વાસનો આપીને ફોન બંધ કરી દે છે અથવા જવાબ આપવાનું ટાળે છે. કેનાલના કમાન્ડ વિસ્તારમાં એક હજાર વીઘાથી વધુ ખેતીની જમીન આ ગંભીર બેદરકારીના કારણે ગત વર્ષે ખેડૂતોએ પોતાની મુશ્કેલી જાતે જ હલ કરવા માટે પોતાના ખર્ચે દસ હજાર રૂપિયાની પાઇપ લાવીને આગળ પાણી લઈ જવું પડ્યું હતું તેમ છતાં તંત્ર તરફથી કોઈ જ સહકાર મળ્યો નથી. આ કેનાલના કમાન્ડ વિસ્તારમાં એક હજાર વીઘાથી વધુ ખેતીની જમીન આવેલી છે, જેમાં એરંડા અને રાયડા જેવા શિયાળુ પાક પાણીના અભાવે સુકાઈ રહ્યા છે. ખેડૂતોમાં તંત્ર સામે રોષ, કેનાલનું સમારકામ કરી પાણી છોડવા માગ સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં પાંડેજી સહિતના સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. સમયસર સિંચાઈનું પાણી નહીં મળે તો ખેડૂતોને વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવશે, જેના કારણે ખેડૂતોમાં તંત્ર સામે રોષ વ્યાપ્યો છે અને વહેલી તકે કેનાલનું સમારકામ કરી પાણી છોડવામાં આવે તેવી ઉગ્ર માગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રીએ સચિવાલયથી નેશનલ બાઇક રેલીને લીલીઝંડી આપી:ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સના બુલંદ નારા સાથે બાઇકર્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી ભણી રવાના
    Next Article
    લેબર કોન્ટ્રાકટર અને દિવ્યાંગ પુત્રના મૃતદેહ કેનાલમાંથી મળ્યા:સુરતમાં આર્થિક સંકડામણ-દીકરાની બીમારીથી કંટાળી આપઘાત કર્યાંની શંકા, મજૂરોને કપડા આપવાનું કહી ઘરેથી નીકળ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment