Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લેબર કોન્ટ્રાકટર અને દિવ્યાંગ પુત્રના મૃતદેહ કેનાલમાંથી મળ્યા:સુરતમાં આર્થિક સંકડામણ-દીકરાની બીમારીથી કંટાળી આપઘાત કર્યાંની શંકા, મજૂરોને કપડા આપવાનું કહી ઘરેથી નીકળ્યા હતા

    6 days ago

    સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટર અને તેમના દિવ્યાંગ પુત્રના અલગ-અલગ કેનાલમાંથી રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આર્થિક સંકડામણ અને પુત્રની કાયમી બીમારીથી કંટાળીને પિતાએ પુત્ર સાથે કેનાલમાં ઝંપલાવી આ અંતિમ પગલું ભરી લીધું હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. મજૂરોને કપડાં આપવા જવાનું કહી નીકળ્યા હતા મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાના કેરિયાનાગાસ ગામના વતની અને હાલ મોટા વરાછા અબ્રામા રોડ પર તીર્થ હેરિટેજમાં રહેતા 49 વર્ષીય વિપુલભાઈ ભાનુભાઈ લાઠીયા બાંધકામ સાઇટ પર લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. બે દિવસ અગાઉ સાંજે આશરે ચારેક વાગ્યે તેઓ જન્મજાત બોલી કે સાંભળી ન શકતા તેમજ માનસિક તકલીફ ધરાવતા 19 વર્ષીય પુત્ર દર્શન સાથે બાઈક પર નીકળ્યા હતા. તેમણે ઘરે એવું જણાવ્યું હતું કે તેઓ મજૂરોને કપડાં આપવા જઈ રહ્યા છે. મોડી રાત સુધી પરત ન ફરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ મોડી રાત સુધી પિતા-પુત્ર ઘરે પરત ન ફરતાં પરિવારે ચિંતાતુર બની સગાં-સંબંધીઓ તેમજ આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી. કોઈ ભાળ ન મળતાં આખરે પરિવારે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગે જાણવાજોગ નોંધ કરાવી હતી. આ દરમિયાન ઉમરા-વેલંજા રોડ પર કઠોર ગામ નજીક કાકરાપાર કેનાલ પાસેથી વિપુલભાઈનું સ્કૂટર લાવારિસ હાલતમાં મળી આવ્યું હતું, જેથી બંને કેનાલમાં ડૂબ્યા હોવાની શંકા દ્રઢ બની હતી. અલગ-અલગ જગ્યાએથી બંનેના મૃતદેહ હાથ લાગ્યા સ્કૂટર મળ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી. જ્યાં કઠોર ગામ નજીકથી જ વિપુલભાઈનો મૃતદેહ મળી આવતાં બહાર કઢાયો હતો. ત્યાર બાદ સાંજે આશરે સાત વાગ્યાની આસપાસ ઓલપાડના સાયણ આઉટ પોસ્ટ નજીક કેનાલમાંથી પુત્ર દર્શનનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મંદી અને દીકરાની બીમારીએ પરિવાર ભાંગી નાખ્યો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વિપુલભાઈ બાંધકામ ક્ષેત્રે આવેલી મંદીના કારણે છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર હતા અને આર્થિક ભીંસમાં જીવી રહ્યા હતા. બીજી તરફ પુત્ર દર્શન જન્મથી જ શારીરિક અને માનસિક રીતે અક્ષમ હોવાથી પરિવાર સતત ચિંતામાં રહેતો હતો. આ પરિસ્થિતિથી કંટાળીને પિતાએ પુત્ર સાથે જીવન ટૂંકાવી લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘરમાં કમાનાર મોભી અને દીકરાના અકાળે મોતથી પરિવાર નોંધારો બની ગયો છે. સમગ્ર મામલે ઉત્રાણ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બહુચરાજીના શંખલપુરમાં બે વર્ષથી કેનાલ તૂટેલી:ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત, રવિપાક સૂકાઈ રહ્યો; તંત્રના માત્ર ખોટા વાયદાથી ખેડૂતોમાં રોષ
    Next Article
    CBSE Board Exam Timetable 2027 LIVE: Class 10, 12 Date Sheet PDF Download, Reporting Time, Preparation Tips

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment