Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રીએ સચિવાલયથી નેશનલ બાઇક રેલીને લીલીઝંડી આપી:ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સના બુલંદ નારા સાથે બાઇકર્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી ભણી રવાના

    6 days ago

    અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આગામી 31મી ઓક્ટોબરે યોજાનારી જન્મજયંતિ એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસની દેશભરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. એકતા નગર ખાતે આયોજિત થનારી રાષ્ટ્રીય એકતા દિવસ પરેડના ઉપલક્ષ્યમાં દેશવ્યાપી ‘ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ’ થીમ આધારિત ‘નેશનલ મોટરસાઇકલ રેલી’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય રેલીને ગાંધીનગર સચિવાલય સંકુલ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરક્ષા દળોના પ્રચંડ ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે લીલી ઝંડી આપી સ્ટેચ્યુ ઓફ યુનિટી–એકતા નગર કેવડિયા માટે ફ્લેગ ઓફ કરાવી હતી. 550થી વધુ અધિકારીઓ અને જવાનો 275થી વધુ બાઇક્સ સાથે જોડાયા દેશના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને "Say No to Drugs, Say Yes to Life"ના સ્પષ્ટ અને સશક્ત સંદેશ સાથે યોજાયેલી આ રેલી અંગે વિગતવાર માહિતી આપતાં રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું હતું કે, આ આયોજનમાં સમગ્ર દેશના વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ની કુલ 45 જેટલી ટીમો ઉત્સાહભેર સહભાગી થઈ રહી છે. 4 અલગ-અલગ ઝોન મારફતે યોજાયેલી આ રેલીમાં 550થી વધુ અધિકારીઓ અને જવાનો 275થી વધુ બાઇક્સ સાથે જોડાયા છે. રાજ્યદીઠ 5-5 બાઇકર્સ આ યાત્રાનો હિસ્સો બન્યા જ્યારે લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી દરેક રાજ્યદીઠ 5-5 બાઇકર્સ આ યાત્રાનો હિસ્સો બન્યા છે.નોંધનીય છે કે આ રેલીની શરૂઆત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ગત 21મી ઓક્ટોબરે નવી દિલ્હીથી નોર્થ ઝોનની રેલીને ફ્લેગ ઓફ કરીને કરવામાં આવી હતી. જનજાગૃતિ કાર્યક્રમો અને શપથ ગ્રહણ સમારોહનું આયોજન આ રેલી હરિયાણા અને રાજસ્થાનની સરહદો વટાવીને ગુજરાતના પાટનગર ગાંધીનગર આવી પહોંચી હતી. ગાંધીનગર સચિવાલયથી પ્રસ્થાન કર્યા બાદ આ મોટરસાઇકલ કાફલો આણંદ અને વડોદરા થઈને પોતાના નિર્ધારિત અંતિમ મુકામ એકતા નગર ખાતે પહોંચશે. રેલીના સમગ્ર રૂટ દરમિયાન વિવિધ સ્થળોએ જનજાગૃતિ કાર્યક્રમો અને શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની મુખ્ય પરેડમાં ગૌરવપૂર્વક ભાગ લેશે જેથી સ્થાનિક નાગરિકો અને ખાસ કરીને યુવાનોને નશાની કુટેવથી દૂર રહેવા અને સ્વસ્થ સમાજ નિર્માણ માટે પ્રેરિત કરી શકાય. તમામ બાઇકર્સ કેવડિયા પહોંચીને 31મી ઓક્ટોબરના રોજ યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની મુખ્ય પરેડમાં ગૌરવપૂર્વક ભાગ લેશે. ફ્લેગ ઓફના આ ગૌરવશાળી પ્રસંગે રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, ગૃહ વિભાગના ઉચ્ચ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સુરક્ષા દળોના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મચ્છુ નદીના કાંઠે BAPS મંદિરમાં 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા:મોરબીમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં ભવ્ય મહોત્સવ યોજાયો; સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં જોડાશે
    Next Article
    બહુચરાજીના શંખલપુરમાં બે વર્ષથી કેનાલ તૂટેલી:ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત, રવિપાક સૂકાઈ રહ્યો; તંત્રના માત્ર ખોટા વાયદાથી ખેડૂતોમાં રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment