Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં મૂકબધિર યુવક-યુવતીઓએ ઉત્સાહભેર ગરબા રમ્યા:રોટરી ક્લબ ઓફ પાટણ અને ડાયનામિક ફાઉન્ડેશનના સહયોગથી સોળમો મહોત્સવ યોજાયો

    2 days ago

    રોટરી ક્લબ ઓફ પાટણ અને મૂકબધિર યુવક મંડળ દ્વારા ડાયનામિક ફાઉન્ડેશનના સહયોગથી સંતોકબા હોલ ખાતે સોળમા મૂકબધિર ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું. આ મહોત્સવમાં મૂકબધિર યુવક-યુવતીઓએ ઉત્સાહભેર ગરબા રમી નવરાત્રિની ઉજવણી કરી હતી. કાર્યક્રમમાં ડાયનામિક ફાઉન્ડેશનના બી. કે. પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. એડવોકેટ દેવદત્તભાઈ જૈન વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબના પ્રમુખ રો. શૈલેષ સોની, મંત્રી રો. સતીશ ઠક્કર, આસિસ્ટન્ટ ગવર્નર રો. વિનોદભાઈ જોષી, પ્રોજેક્ટ ચેરમેન રો. ઘેમરભાઈ દેસાઈ, રો. ડૉ. પરિમલ જાની, રો. ઝૂઝારસિંહ સોઢા અને રો. મહેન્દ્રભાઈ પટેલ સહિતના સભ્યો હાજર રહ્યા હતા. મહોત્સવ દરમિયાન ભોજનની વ્યવસ્થા પણ કરાઈ હતી. સાથે જ ઇનામો અને લહાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા સમાનતા, સામાજિક સમરસતા અને સેવાભાવનો સંદેશ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાહુલે કહ્યું- વોટ ચોરી સહન નહીં કરીએ:કોંગ્રેસનો દાવો- 1 નવેમ્બરની રેલીમાં 10 લાખ લોકો આવશે; વેપારીઓએ તેને ટાળવાની અપીલ કરી હતી
    Next Article
    શિક્ષણમાં ટેક્નોલોજી સાથે નૈતિકતાનું જોડાણ:અમદાવાદની આર્મી પબ્લિક સ્કૂલમાં AI અને કમ્પ્યુટેશનલ થિંકિંગ પર CBSEની પરિષદ યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment