Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષણમાં ટેક્નોલોજી સાથે નૈતિકતાનું જોડાણ:અમદાવાદની આર્મી પબ્લિક સ્કૂલમાં AI અને કમ્પ્યુટેશનલ થિંકિંગ પર CBSEની પરિષદ યોજાઈ

    2 days ago

    આર્મી પબ્લિક સ્કૂલ, અમદાવાદ ખાતે કમ્પ્યુટેશનલ થિંકિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વિષય પર CBSE દ્વારા પ્રાદેશિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. 24 October 2026ના રોજ યોજાયેલી આ પરિષદમાં આચાર્યો અને શિક્ષકો સહિત લગભગ 300 જેટલા સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિક્ષણના બદલાતા સ્વરૂપ અને ભવિષ્યની નવી તકો અંગે વિચારોના આદાનપ્રદાન માટે આ પરિષદ એક મહત્વપૂર્ણ મંચ બની રહી હતી. આ પરિષદમાં મુખ્ય અતિથિ તરીકે આર્મી પબ્લિક સ્કૂલ, અમદાવાદના પેટ્રન મેજર જનરલ એ.કે. મોહલા (GOC, 11 RAPID (H)) તેમજ ચેરમેન બ્રિગેડિયર મોહિત સક્સેના (Vr C) ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત CBSE અમદાવાદના પ્રાદેશિક અધિકારી અનિલ કુમાર ઠાકુર, સંયુક્ત સચિવ (IT) વિનોદ દયાલાની, સેન્ટર ઑફ એક્સેલન્સના વડા ડો.. મૃદુલા સિંહ અને IIT ગાંધીનગરના ટીચિંગ પ્રોફેસર તથા સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગના મુખ્ય સંયોજક પ્રોફેસર. મનીષ જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. યજમાન આચાર્યા સંગીતા પટેલે તમામ અતિથિઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. શિક્ષણમાં વિવેક અને નૈતિકતાનું મહત્ત્વ પ્રારંભિક સંબોધનમાં આચાર્યા સંગીતા પટેલે ભગવદ્ ગીતામાંથી પ્રેરણા લેતાં જણાવ્યું હતું કે શિક્ષણમાં ટેક્નોલોજીના જવાબદારીપૂર્ણ ઉપયોગ માટે જ્ઞાન, વિવેક અને સમજદારી અનિવાર્ય છે. તેમણે વિદ્યાર્થીઓને સ્વતંત્ર વિચારી શકે અને નૈતિક ઉપયોગ કરી શકે તેવા બનાવવા પર ભાર મૂક્યો હતો. મુખ્ય અતિથિ મેજર જનરલ એ.કે. મોહલાએ જણાવ્યું હતું કે ટેક્નોલોજીની પ્રગતિ માટે માનવીય મૂલ્યો, કલ્પનાશક્તિ અને ચારિત્ર્યનું વિશેષ મહત્ત્વ છે. CBSEના પ્રાદેશિક અધિકારી અનિલ કુમાર ઠાકુરે માહિતીનું જ્ઞાનમાં રૂપાંતર કરવામાં શિક્ષકોની ભૂમિકા દર્શાવી હતી. સંયુક્ત સચિવ (IT) વિનોદ દયાલાનીએ AIના સમજદારીપૂર્વકના ઉપયોગને સશક્ત માધ્યમ ગણાવ્યું હતું. કમ્પ્યુટેશનલ થિંકિંગ અને STEM શિક્ષણ CBSE સેન્ટર ઑફ એક્સેલન્સનાં વડા ડો મૃદુલા સિંહે વિદ્યાર્થીઓમાં વિશ્લેષણ અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા માટે કમ્પ્યુટેશનલ થિંકિંગ જરૂરી ગણાવ્યું. IIT ગાંધીનગરના પ્રોફેસર મનીષ જૈને પ્રાયોગિક STEM શિક્ષણ દ્વારા વૈજ્ઞાનિક અભિગમ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવવા પર ભાર મૂક્યો હતો. શૈક્ષણિક સત્રો દરમિયાન ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના આસિ. પ્રોફેસર ડો. અંશિકા શ્રીવાસ્તવ, અજમેરની આર્યન પબ્લિક સ્કૂલના આચાર્ય ગૌરવ ખન્ના અને વારાણસીની DPSના ભૂતપૂર્વ આચાર્ય મુકેશ શેલાટે AI અને કમ્પ્યુટેશનલ થિંકિંગના શિક્ષણમાં અસરકારક એકીકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. પરિષદની પેનલ ચર્ચામાં અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓના આચાર્યોએ વર્ગખંડમાં AI અને કમ્પ્યુટેશનલ થિંકિંગના ઉપયોગ અંગે વ્યવહારુ વ્યૂહરચનાઓ રજૂ કરી હતી. આ પ્રસંગે અમદાવાદ અને ગાંધીનગરના જિલ્લા તાલીમ સંયોજકો (DTCs) અને નાયબ તાલીમ સંયોજકો (Dy. DTCs) પણ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં મૂકબધિર યુવક-યુવતીઓએ ઉત્સાહભેર ગરબા રમ્યા:રોટરી ક્લબ ઓફ પાટણ અને ડાયનામિક ફાઉન્ડેશનના સહયોગથી સોળમો મહોત્સવ યોજાયો
    Next Article
    45 કિલો પ્રતિબંધિત કેમિકલ પોલીસ દ્વારા જપ્ત કરાયું:અબડાસાના સાંધાણની 139 કરોડની ડ્રગ્સ ફેક્ટરીમાં તેલંગાણાથી આવતું હતું રો-મટીરીયલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment