Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    45 કિલો પ્રતિબંધિત કેમિકલ પોલીસ દ્વારા જપ્ત કરાયું:અબડાસાના સાંધાણની 139 કરોડની ડ્રગ્સ ફેક્ટરીમાં તેલંગાણાથી આવતું હતું રો-મટીરીયલ

    3 days ago

    અબડાસા તાલુકાના સાંધાણ ગામની સીમમાં ચાલતી 139 કરોડ રૂપિયાની એમડી ડ્રગ્સ ફેક્ટરીના કૌભાંડમાં મહારાષ્ટ્ર પોલીસે વધુ એક મોટો અને સનસનીખેજ ખુલાસો કર્યો છે. સાંધાણના ખેતરમાં રાતોરાત ડ્રગ્સ બનાવવાનો જે કાળો કારોબાર ચાલતો હતો, તેના માટે જરૂરી અત્યંત પ્રતિબંધિત કેમિકલ છેક તેલંગાણાથી સપ્લાય કરવામાં આવતું હતું. મહારાષ્ટ્રની મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસે તેલંગાણામાં દરોડા પાડીને કેમિકલ બનાવતી આખી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે અને મુખ્ય ઉત્પાદકને દબોચી લીધો છે. ગત જુલાઈ મહિનામાં MBVV પોલીસે અબડાસાના સાંધાણ ગામે જુમ્મા તલાબ ઠાકરાના ખેતરમાં ચાલતી એમડી ડ્રગ્સની ફેક્ટરી પર ત્રાટકીને 139 કરોડનો ડ્રગ્સ, રોકડ અને લેબનો સામાન જપ્ત કર્યો હતો. આ ઉપરાંત સાંધાણના જુમ્મા તાલાબ ઠાકરા, માંડવીના ધવલપુરી શંકરપુરી ગોસ્વામી સહિત મહારાષ્ટ્ર અને યુપીના મળીને 21 આરોપીઓની સાંકળ પકડી પાડી હતી. અત્યાર સુધીની સઘન તપાસમાં ખુલ્યું છે કે સાંધાણ (કચ્છ) અને કોસાડા કાલા (પ્રયાગરાજ, યુપી) ખાતેની અંડરગ્રાઉન્ડ લેબમાં ડ્રગ્સની પ્રોસેસ કરવા માટે ‘૨-બ્રોમો-4-મિથાઈલપ્રોપિયોફેનોન’ નામના અત્યંત પ્રતિબંધિત પાવડરની સપ્લાય તેલંગાણાથી થતી હતી. આ કેમિકલ વિના ડ્રગ્સનું ઉત્પાદન અશક્ય હતું. શું છે ‘2-બ્રોમો-4-મિથાઈલપ્રોપિયોફેનોન’? આ એક અત્યંત ઝેરી અને દાહક રાસાયણિક પાવડર છે, જેનો મુખ્ય ઉપયોગ ‘મેફેડ્રોન’ (MD કે મ્યાઉં-મ્યાઉં) ડ્રગ્સ બનાવવા માટે ‘રો-મટીરીયલ’ તરીકે થાય છે. આ કેમિકલ વિના એમડી ડ્રગ્સ બનાવવું લગભગ અશક્ય છે. તેના સીધા સંપર્કથી શ્વસનતંત્ર અને ત્વચાને ગંભીર નુકસાન થાય છે. તેની ઘાતકતાને કારણે જ ભારત સરકારે તેને NDPS એક્ટ હેઠળ ‘અત્યંત પ્રતિબંધિત’ શ્રેણીમાં મૂક્યું છે. તેલંગાણામાં પડ્યા દરોડા, ફેક્ટરી નષ્ટ કરાઈ સાંધાણ કનેક્શનમાંથી મળેલી પાક્કી બાતમીના આધારે MBVV ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-4 ની ખાસ ટીમે સાયબરાબાદ પોલીસની મદદથી 21 ઓક્ટોબરે તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લાના પતનચેરુ (આઈડીએ પાશામયલારામ) વિસ્તારમાં એક ઔદ્યોગિક એકમ પર મેગા દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે ડ્રગ્સ સિન્ડિકેટના મુખ્ય કેમિકલ ઉત્પાદક રમેશ બાબુ સાકેની ધરપકડ કરી છે. સ્થળ પરથી 27 લાખ રૂપિયાની કિંમતનું 45 કિલો ડ્રગ્સ કેમિકલ, અન્ય રો-મટીરીયલ અને વિશિષ્ટ લેબોરેટરીના સાધનો જપ્ત કરી આખી ગેરકાયદે ફેક્ટરીનો નાશ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    શિક્ષણમાં ટેક્નોલોજી સાથે નૈતિકતાનું જોડાણ:અમદાવાદની આર્મી પબ્લિક સ્કૂલમાં AI અને કમ્પ્યુટેશનલ થિંકિંગ પર CBSEની પરિષદ યોજાઈ
    Next Article
    12, Including 6 Children, Injured In Shooting Near Florida University

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment