Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુણવત્તાયુક્ત કામગીરી કરવા અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માગ:તાંદલજામાં નવા રોડ પર લાઇનમાં ભંગાણ ભૂવો પડતાં રહીશોનો બેનર સાથે વિરોધ

    1 week ago

    તાંદલજામાં પત્રકાર ચાર રસ્તા પાસે નવો રોડનું કામ પૂર્ણ થાય તે પહેલાં 2 ફૂટનો ભૂવો પડતાં તંત્રની પોલ ઉઘાડી પડી છે. રોડના કામની ગુણવત્તા સામે સવાલો ઊઠ્યા છે, બીજી તરફ આ સ્થળે વારંવાર લીકેજથી પાણીનો બગાડ થતો હોવાની ફરિયાદો સાથે લોકોએ બેનર સાથે વિરોધ કર્યો હતો. સ્થાનિકો મુજબ સમસ્યા અંગે અગાઉ પણ અધિકારીઓને રજૂઆત કરી હતી. વારંવાર રજૂઆત છતાં કાયમી નિરાકરણ આવ્યું નથી. નવો રોડ બને તે પહેલાં ભૂવો પડવાની ઘટના કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા કરે છે. રોડ પર ભૂવા પડવા અને લાઇનમાં ભંગાણથી બેરિકેડ મુકાયા હતા. જેથી 50 હજારથી વધુ વાહનચાલકોને પરેશાની થતી હતી. તંત્રની કામગીરી સામે વસીમ શેખની આગેવાનીમાં વક્કાર પટેલ, રિઝવાન સૈયદ, આમિર ખાન, મોઇન સૈયદ, સાહિલ પટેલ સહિતના લોકોએ બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ ભૂવાની આસપાસ તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી સમારકામ કરવા, લીકેજનું કાયમી નિરાકરણ લાવવા અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માગ કરી હતી. સાથે ગુણવત્તાયુક્ત કામગીરી કરવાની માગ ઉઠાવી છે. પત્રકાર કોલોની પાસે મુખ્ય માર્ગ પર સમસ્યા સર્જાતાં વાહનચાલકો અટવાયા સ્થાનિક લોકોનો વિરોધ ફળ્યો, સમારકામ કરાયું સ્થાનિક લોકોએ ભૂવો અને પાણીની લાઇનમાં ભંગાણની ફરિયાદ સાથે વિરોધ પ્રદર્શન કરતાં તંત્ર દોડતું થયું હતું. પાણી પુરવઠા વિતરણની ટીમે પહોંચી સમારકામ કરી પાણી બંધ કરાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    જીવ અધ્ધર:શરદ પૂર્ણિમાની રાતે વીજકાપની અફવા,લોકોના સતત કોલથી વીજ કંપની ધમધમી
    Next Article
    સન્ડે બિગસ્ટોરી : સોલાર પેનલને મેગા બુસ્ટ:52 હજાર ઘરમાં સોલાર, માર્ચ સુધીમાં બમણાં થવાની આશા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment