Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી મનપા ચૂંટણી: ભાજપના 52 ઉમેદવારોએ લીધા 'જન સેવા સંકલ્પ':નાણામંત્રી કનુ દેસાઈની હાજરીમાં, કાર્યકરોને જીત માટે હાકલ

    14 hours ago

    નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે કમર કસી છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, ગુજરાતના નાણામંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં ભાજપના તમામ 52 ઉમેદવારોએ સામૂહિક રીતે 'જન સેવા સંકલ્પ' લીધા હતા. મંત્રીએ કાર્યકરોને જંગી બહુમતીથી વિજય મેળવવા હાકલ કરી હતી. નવસારીના મ્યુઝિકલ ફાઉન્ટેન પાસે આયોજિત આ કાર્યક્રમમાં 13 વોર્ડની 52 બેઠકોના ઉમેદવારો એકઠા થયા હતા. નાણામંત્રી કનુ દેસાઈએ ઉમેદવારોને કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને શહેરની સુવિધાઓમાં વધારો કરી લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહેવાના શપથ લેવડાવ્યા હતા. તેમણે ઉમેદવારોને પક્ષની છબી જળવાઈ રહે તે રીતે વર્તવા પણ તાકીદ કરી હતી. નાણામંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પૂર્વે જ ભાજપની જીત નિશ્ચિત જણાઈ રહી છે. તેમણે કહ્યું કે અન્ય પક્ષો પાસે કાં તો ઉમેદવારો નથી અથવા જે છે તે નબળા છે, જેના કારણે કેટલીક બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા બની રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ભાજપના ઉમેદવારો અને કાર્યકરો પક્ષના શિસ્ત મુજબ 'ડોર ટુ ડોર' સંપર્ક કરી મતદારોના આશીર્વાદ મેળવશે. આ પ્રસંગે પ્રભારી મંત્રીએ તમામ 52 ઉમેદવારોને કેસરી ખેસ પહેરાવી સન્માનિત કર્યા હતા અને તેમની સાથે સામુહિક તસવીરો પડાવી હતી. જે બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, તેમને મંત્રીએ વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને 'અબકી બાર 52 પાર'ના નારા લગાવવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    'અભી ના જાઓ છોડ કર...':92 વર્ષની ઉંમરે આશા ભોસલેએ લીધા અંતિમ શ્વાસ, આવતીકાલે સાંજે 4 વાગ્યે શિવાજી પાર્કમાં થશે અંતિમ સંસ્કાર
    Next Article
    મોરબીમાં 1776 બોટલ દારૂ સાથે રાજકોટનો શખ્સ પકડાયો:જૂના ઘૂટું રોડ પરથી કારમાંથી દારૂ ઝડપાયો, બેની શોધખોળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment