Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ:પરિણીત આરોપીએ સગીરાને અલગ અલગ જગ્યાએ ફેરવીને દુષ્કર્મ આચર્યું હતું

    8 hours ago

    અમદાવાદના વટવા પોલીસ મથકે BNS અને પોક્સો એક્ટની કલમ અંતર્ગત 27 વર્ષીય આરોપી કમલેશ ભુરીયા સામે ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ એ.બી.ભટ્ટે, સરકારી વકીલ કે.જી.જૈનની દલીલો 14 સાહેદ અને 21 દસ્તાવેજી પુરાવા તપાસીને આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફટકારી છે. અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણની ફરિયાદ કેસને વિગતે જોતા 2 જૂન, 2024 ના રોજ ફરિયાદી અને તેમની પત્ની મજૂરી કામે ગયા હતા. તેમની 17 વર્ષની સગીર દીકરી વટવા ગામ કડીયાનાકા પાસેથી ગુમ થઈ ગઈ હતી. અમદાવાદ અને વતનમાં શોધખોળ કર્યા બાદ ભાળ ન મળતાં, પિતાએ 7 જૂન, 2024 ના રોજ વટવા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. સગીરા પર અવાર-નવાર દુષ્કર્મ આચર્યું ભોગ બનનાર અને આરોપી મળી આવતાં તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી ભોગ બનનારને લગ્ન કરવાની અને ફરવાની લાલચ આપીને બારેજા, બાવળા તથા પોતાની ફોઈના ઘરે દાહોદ લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવા આદેશ કોર્ટે નોંધ્યું હતું કે ભોગ બનનાર સગીર વયની હોવાથી કાયદા મુજબ તેની સંમતિ કાયદેસર ગણાતી નથી. વળી, આરોપી પરિણિત હોવાથી તે લગ્ન કરી શકે તેમ ન હતો, છતાં તેણે સગીરાને ફોસલાવીને અપહરણ કર્યું હતું. ભોગ બનનારની જુબાની, ડૉક્ટર સમક્ષ આપેલી મેડિકલ હિસ્ટ્રી અને Crpc ની કલમ 164 મુજબનું મેજિસ્ટ્રેટ સમક્ષનું નિવેદન એકસમાન અને સુસંગત માલૂમ પડ્યા હતા. કોર્ટે સગીરાને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં એપાર્ટમેન્ટનો સ્લેબ તૂટી પડતાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું મોત:રૂમમાં આરામ કરતો હતો ને કાળ ત્રાટક્યો, પરિવારનું હૈયાફાટ રુદન, પિતાએ ન્યાયની માંગ કરી
    Next Article
    ગોધરામાં બિહારથી અમદાવાદ લઈ જવાતા 5 સગીર બાળકોનું રેસ્ક્યૂ:રેલવે પોલીસે ‘ઓપરેશન મુસ્કાન’ હેઠળ બચાવ્યા, બાળમજૂરીની આશંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment