Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ભાજપમાં ફરી અસંતોષ, કારોબારી સભ્યે કહ્યું-'ચા કરતાં કીટલી ગરમ':મનીષ નાયકનો સ્થાનિક નેતાઓ અને પદાધિકારીઓ પર કેશડોલને લઈ નિશાનો

    20 घंटे पहले

    સુરત શહેર ભારતીય જનતા પાર્ટીમાં કોર્પોરેટરો વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદોની શાહી હજુ સૂકાઈ નથી, ત્યાં વહીવટી કામગીરીને લઈને વધુ એક મોટો વિવાદ સામે આવ્યો છે. સુરત ભાજપમાં ફરી એકવાર અસંતોષનો વિસ્ફોટ થયો છે. આ વખતે સુરત શહેર કિસાન મોરચાના કારોબારી સભ્ય મનીષ નાયકે સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્થાનિક નેતાઓ સામે સીધો સવાલ ઉઠાવ્યો છે. ખાડી પૂર બાદ અસરગ્રસ્તોને કેશડોલ આપવાની કામગીરીમાં સ્થાનિક નેતાઓ પર પક્ષપાતી વલણનો ગંભીર આરોપ લગાવી તેમણે લખ્યું કે, “કેશડોલ અને ચા કરતાં કીટલી ગરમ”, જેને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ધારાસભ્યની મહેનત બાદ પણ સ્થાનિક નેતાઓની મનમાની મનીષ નાયકે પોતાની ફેસબુક પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે કે, ધારાસભ્ય સંદીપ દેસાઈની સ્થળ મુલાકાત અને મહેનતને કારણે ડીંડોલી વોર્ડ નંબર 27 (દક્ષિણ) વિસ્તારમાં ખાડી પૂરને લીધે થયેલી તારાજી બાદ પ્રભાવિત સોસાયટીઓમાં મોટાભાગનું સર્વે કામ પૂર્ણ થઈ ગયું હતું. જોકે, ધારાસભ્યની આ મહેનત પર પાણી ફેરવતા હોય તેમ કેટલાક "લોકલ સ્થાનિક નેતાઓ" પોતાના પક્ષપાતી અને ભેદભાવભર્યા વલણથી કામ કરી રહ્યા છે. શાસક પક્ષના આ નેતાઓના કારણે જ વાસ્તવિક પીડિતો સુધી રાહત પહોંચી શકી નથી. કઈ-કઈ સોસાયટીના રહીશો કેશડોલથી વંચિત રહ્યા? પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, મહાદેવનગર, શ્રદ્ધા સોસાયટી, પ્રિયંકા સોસાયટી વિભાગ-2, ખોડિયાર નગર, સંતોષી નગર, શિવદર્શન સોસાયટી અને જગદંબા નગર જેવી અનેક સોસાયટીઓમાં અસરગ્રસ્ત રહીશોના સર્વે ફોર્મ ભરાઈ ચૂક્યા છે. આમ છતાં, સ્થાનિક નેતાગીરીની મનમાનીના કારણે અનેક લાભાર્થીઓ આજે પણ કેશડોલથી વંચિત રહી ગયા છે. યોગ્ય અને હકદાર લોકોને સહાય ન મળતા સ્થાનિક પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેશડોલના નાણાં નહીં ચૂકવાય તો આંદોલન કરવાની ચીમકી પોતાના જ પક્ષના સ્થાનિક નેતાઓના વલણથી નારાજ કિસાન મોરચાના કારોબારી સભ્યએ ચીમકી ઉચ્ચારી છે કે જો બાકી રહી ગયેલા તમામ પીડિતોને ત્વરિત કેશડોલના નાણાં ચૂકવવામાં નહીં આવે, તો સ્થાનિક રહીશો જન આક્રોશ આંદોલન કરવાના મૂડમાં છે. ગરીબ અને ભોળી પ્રજાના હક માટે આ મુદ્દે આરપારની લડાઈ લડવામાં આવશે તેવા સ્પષ્ટ સંકેતો આપતાં તેમણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. વરિષ્ઠ નેતાઓ અને તંત્ર અંગત રસ દાખવી ન્યાય આપે પોસ્ટના અંતમાં મનીષ નાયકે માગ કરી છે કે, સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને દરેક પીડિતને તટસ્થ ન્યાય મળે. તેમણે તંત્ર તેમજ સત્તાપક્ષના જવાબદાર પદાધિકારીઓને અપીલ કરી છે કે તેઓ આ વિષયમાં અંગત રસ લઈ ગરીબ અને ભોળી પ્રજાને કેશડોલની રકમ અપાવે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગરીબોને સહાય અપાવવી એ જ સાચો અને કુદરતનો જનહિતમાં ન્યાય લેખાશે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ સંગઠન આ આંતરિક અસંતોષ સામે શું પગલાં લે છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં એનાલોગ પનીરના વેચાણ સામે ફૂડ વિભાગની કાર્યવાહી:20 હોટેલ-ડેરીમાં ચેકિંગ હાથ ધરાયું, 7 શંકાસ્પદ સેમ્પલ લેબમાં મોકલાયા
    Next Article
    મોરબીના વીરપરડાના કૂવાનું પાણી હાલકડોલક થતું બંધ થયું:ભૂસ્તર વિભાગે પાણીના નમૂના લીધા, ભરતી-ઓટ કારણભૂત હોવાનું અનુમાન, ઉછાળા મારતું પાણી જોવા ગયેલા લોકો નિરાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment