Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના વીરપરડાના કૂવાનું પાણી હાલકડોલક થતું બંધ થયું:ભૂસ્તર વિભાગે પાણીના નમૂના લીધા, ભરતી-ઓટ કારણભૂત હોવાનું અનુમાન, ઉછાળા મારતું પાણી જોવા ગયેલા લોકો નિરાશ

    19 hours ago

    મોરબી તાલુકાના વીરપરડા ગામે એક કૂવાની અંદર રહેલું પાણી ચોક્કસ સમયગાળા દરમિયાન હાલકડોલક થતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાને પગલે કલેક્ટરના આદેશથી ભૂસ્તર વિભાગની વોટર રિસર્ચ ટીમ દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી છે. ભરતી અને ઓટના સમયની અસરને કારણે પાણી ઉછાળા મારતું હોવાનું કારણભૂત માનવામાં આવી રહ્યું છે. તાજેતરમાં મોરબી તાલુકામાં 9 ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થતાં કૂવા, તળાવ, નદી અને ડેમ છલોછલ ભરાઈ ગયા હતા. વીરપરડા ગામના ખેડૂત પ્રાણજીવન સાદરીયાએ પોતાના ખેતરમાં ત્રણ મહિના પહેલા જ કૂવો બનાવ્યો હતો, જે આ ચોમાસામાં પ્રથમ વખત સંપૂર્ણ ભરાયો હતો. વીડિયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં ગયા રવિવારથી આ કૂવાના પાણીમાં રહસ્યમય હલનચલન જોવા મળતી હતી, જેના વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા. આ બાબતની ગંભીરતાથી નોંધ લઈને મોરબી કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આદેશ અન્વયે ભૂસ્તર વિભાગના વોટર રિસર્ચ ટીમના અધિકારી વી. એમ. ગરવા વીરપરડા ગામે પહોંચ્યા હતા અને કૂવાના પાણીના સેમ્પલ મેળવવાની સાથે કૂવાની લંબાઈ-પહોળાઈ માપી હતી. આ ઉપરાંત, આસપાસના અન્ય કૂવાઓની પણ ચકાસણી કરવામાં આવી હતી. નવલખી બંદરની ભરતી-ઓટ જવાબદાર હોવાની શક્યતા અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રાણજીવનભાઈના કૂવાના પાણીમાં જે હિલચાલ જોવા મળી છે, તેવી સ્થિતિ આસપાસના અન્ય કૂવાઓમાં જણાતી નથી. વીરપરડા ગામથી અંદાજે 15 કિલોમીટર દૂર નવલખી બંદર આવેલું છે. દરિયામાં આવતી ભરતી અને ઓટના સમયની અસરના કારણે કૂવાના પાણીમાં હલનચલન થતી હોવાની પ્રાથમિક શક્યતા સેવાઈ રહી છે. શરૂઆતમાં પવનના કારણે પાણી હલતું હોવાનું અનુમાન કરવામાં આવતું હતું, પરંતુ આજે સવારથી 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા છતાં કૂવાનું પાણી સંપૂર્ણ શાંત જોવા મળ્યું હતું. આ કૂવામાં પાણી ખરેખર કયા કારણોસર હલનચલન કરતું હતું તે હજુ પણ તપાસનો વિષય છે. છેલ્લા 5 દિવસથી આ રહસ્યમય કૂવો જોવા માટે દૂર-દૂરથી લોકો ઉમટી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરત ભાજપમાં ફરી અસંતોષ, કારોબારી સભ્યે કહ્યું-'ચા કરતાં કીટલી ગરમ':મનીષ નાયકનો સ્થાનિક નેતાઓ અને પદાધિકારીઓ પર કેશડોલને લઈ નિશાનો
    Next Article
    દ્વારકામાં 6 વર્ષની બાળકી પરિવારથી વિખૂટી પડી:પોલીસે કલાકોમાં શોધી CCTVની મદદથી પરિવાર સાથે મિલન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment