Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરબજારમાં 6 લાખની ચોરી, CCTV:સોનાના બિસ્કિટ ખરીદવા જતા કર્મચારીની બેગમાંથી ગઠિયો નોટોના બંડલ સેરવી ગયો

    9 hours ago

    શહેરના હાર્દ સમાન અને કરોડો રૂપિયાના સોના-ચાંદીના વેપાર માટે જાણીતા માણેકચોક વિસ્તારમાં ધોળા દિવસે ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોનાના બિસ્કિટ લેવા જઈ રહેલા એક ઝવેરી પેઢીના કર્મચારીની બેગમાંથી એક ગઠિયો ભરબજારમાં અત્યંત ચપળતાપૂર્વક ₹5.50 લાખની રોકડ રકમ સેરવીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકની દુકાનના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે, જેના આધારે ખાડિયા પોલીસે કાયદેસરનો ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે. બિસ્કિટની ડિલિવરી વખતે નાણાં ઓછા નીકળતાં ચોરી પકડાઈ પ્રાપ્ત વિગતો અનુસાર, મોટેરા વિસ્તારમાં રહેતા અજયસિંહ રાજપુતે આ મામલે ખાડિયા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અજયસિંહ માણેકચોકમાં આવેલી એક જ્વેલર્સ શોપમાં નોકરી કરે છે. ગઈકાલે બપોરે પેઢીના માલિકે તેમને સોનાના 400 ગ્રામ બિસ્કિટ ખરીદવા માટે ₹45 લાખની રોકડ ભરેલી બેગ આપીને નજીકમાં આવેલી બુલિયન ઓફિસે મોકલ્યા હતા. અજયસિંહ આ બેગ લઈને ચાલતા બુલિયન ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં વેપારીએ જ્યારે નાણાંની ગણતરી શરૂ કરી ત્યારે કુલ રકમમાંથી ₹5.50 લાખ ઓછા હોવાનું માલૂમ પડ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં ગઠિયો બંડલ કાઢતો દેખાયો નાણાં ઓછા હોવાની જાણ થતાં જ અજયસિંહે તુરંત પોતાના શેઠને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ વેપારી અને કર્મચારી બંનેએ માણેકચોકના રસ્તા પર આવેલી જુદી-જુદી દુકાનોના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. આ તપાસ દરમિયાન એક દુકાનના ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું હતું કે, જ્યારે અજયસિંહ રોકડ ભરેલી બેગ ભરાવીને રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવેલા એક શાતિર ગઠિયાએ તેમની નજર ચૂકવીને બેગમાંથી એક પછી એક એમ નોટોના બંડલ કાઢી લીધા હતા. ગઠિયાએ આ રીતે કુલ ₹5.50 લાખની ચોરી કરી હતી. ખાડિયા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ પોલીસે 40 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો:"તેરા તુજકો અર્પણ" અભિયાન હેઠળ જનસહાય કેમ્પ; વ્યાજખોરોથી બચાવવા લોન ધિરાણ ચેક અપાયાં
    Next Article
    સુરતમાં બે પેડલર ઝડપાયા:સ્પોર્ટ્સ બાઇકમાં ગાંજો છુપાવી વેચતો બિહારી યુવક અને ચાની લારીની આડમાં ગાંજો વેચતા 70 વર્ષના વૃદ્ધા ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment