Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દોઢ વર્ષની વાછરડીને કારની ડેકીમાં નાખીને ફરાર, VIDEO:કલોલમાં કસાઈઓ બેફામ, સ્થાનિકે બુમ પાડતાં ચાલકે કાર ભગાવી મૂકી

    23 hours ago

    ગાંધીનગરના કલોલ સ્થિત પંચવટી વિસ્તારમાં અભિષેક ફ્લેટ સામેથી મધ્યરાત્રે એક કારમાં આવેલા ત્રણ અજાણ્યા તસ્કરોએ આશરે દોઢથી બે વર્ષની વાછરડીને નિર્દયી રીતે કારની ડેકીમાં ગોંધીને ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર કરતૂતોનો વીડિયો સામે આવ્યા બાદ કલોલ તાલુકા પોલીસે પશુચોર ગેંગ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. મુકેશ રબારીએ ફોન કરીને ઘટના અંગે પશુપાલકને જાણ કરી કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં રહેતા અને પશુપાલન કરતા ભરતભાઈ રબારીને 3 ઓગસ્ટના રોજ રાત્રે આશરે પોણા ત્રણ વાગ્યે ONGCના વેલ પર ચોકીદારી કરતા મુકેશ રબારીએ ફોન કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કેટલાક તસ્કરો અભિષેક ફ્લેટ નજીક કારની ડેકીમાં ગાયને પૂરી રહ્યા છે. માહિતી મળતાં જ ભરતભાઈ તથા સ્થાનિક પશુપાલકો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. વીડિયોમાં તસ્કરોની કરતૂતો કેદ થઈ શરૂઆતમાં આસપાસના સીસીટીવી કેમેરાની રેન્જ મુખ્ય રોડ સુધી ન હોવાથી ચોક્કસ પુરાવા મળ્યા નહોતા. જોકે, 5 ઓગસ્ટે અર્થ એલીગેઝ ફ્લેટના જાગૃત નાગરિકે ઉતારેલો મોબાઈલ વીડિયો મળ્યો હતો, જેમાં તસ્કરો રૂ. 20 હજારની કિંમતની વાછરડીને અડધી ખુલ્લી ડેકીમાં ક્રૂરતાપૂર્વક નાખીને ભાગતા સ્પષ્ટ દેખાયા હતા. આ ચોરાયેલી વાછરડી સઈજ ગામના રાજુભાઈ રબારીની હોવાનું ખૂલતાં પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 10મા રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી:કાપડ મંત્રાલયે વણકરોને સરકારી યોજનાઓથી માહિતગાર કર્યા
    Next Article
    નવસારીમાં એનાલોગ પનીરના વેચાણ સામે ફૂડ વિભાગની કાર્યવાહી:20 હોટેલ-ડેરીમાં ચેકિંગ હાથ ધરાયું, 7 શંકાસ્પદ સેમ્પલ લેબમાં મોકલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment