Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યાર્નના ભાવમાં 45%નો તોતિંગ વધારો:દિવાળીએ 1 મહિનાના વેકેશનની શક્યતા, 50,000 વિવર્સ આર્થિક સંકટમાં

    1 day ago

    સુરતના ધમધમતા ટેક્સટાઇલ ઉદ્યોગની કરોડરજ્જુ ગણાતા વીવર્સ હાલ અત્યંત કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. એક તરફ માર્કેટમાં મંદી છે અને બીજી તરફ કાચા માલના ભાવ ભડકે બળી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં યાર્નના ભાવમાં 40થી 45 ટકાનો બેફામ વધારો ઝીંકાતા નાના કારખાનેદારોની કમર તૂટી ગઈ છે. સુરતમાં કાર્યરત આશરે 50 હજાર વીવર્સ પૈકી 70 ટકા એવા નાના એકમધારકો છે, જેઓ બેંક લોનના હપ્તાનું ભારણ ધરાવે છે. વૈશ્વિક સ્તરે ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને ક્રૂડના ભાવ વધારાની સીધી અસર સુરતના કાપડ ઉદ્યોગ પર પડી છે. ખર્ચમાં તોતિંગ વધારો, આવક શૂન્ય સમાન યાર્નના ભાવમાં 45%નો વધારો થયો છે, પરંતુ તેની સામે તૈયાર ગ્રે કાપડના ભાવમાં માત્ર 10 ટકાનો જ સુધારો નોંધાયો છે, જે વીવર્સ માટે બિલકુલ અપૂરતો છે. વીજળી, કારીગરો અને કોલસાના ભાવમાં પણ મોટો વધારો થયો છે, છતાં વિવિંગ ચાર્જમાં કોઈ વધારો મળ્યો નથી. યાર્ન ડીલરો પેમેન્ટમાં વિલંબ થાય તો મહિને દોઢ ટકો (વાર્ષિક 18 ટકા) વ્યાજ વસૂલે છે, જ્યારે વીવર્સને વેપારીઓ પાસેથી 60થી 120 દિવસે પેમેન્ટ મળે છે છતાં એક રૂપિયો વ્યાજ મળતું નથી. પરિવહન અને ભાડાનો ખર્ચ પણ વીવર્સના માથે જ પડતો હોવાથી તેમનો નફો શૂન્ય થઈ ગયો છે. યાર્ન સિન્ડિકેટથી 50 હજાર વીવર્સને નુકસાન: મહેન્દ્ર રામોલિયા સચિન ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના અગ્રણી મહેન્દ્ર રામોલિયાએ આ કટોકટી અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હાલ સુરતમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની હાલત એકદમ ખરાબ હોવાનું મુખ્ય કારણ યાર્ન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા થયેલો 45 ટકાનો ભાવ વધારો છે. યાર્ન ઇન્ડસ્ટ્રીઝની કાર્ટેલ અથવા સિન્ડિકેટ અને ક્રૂડના ભાવ વધારાને કારણે સુરતમાં વસતા 50,000થી પણ વધારે વીવર્સ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. જેની સામે વિવર્સને ખાલી 10 ટકાનો ભાવ વધારો મળેલ છે, જેથી આ ઇન્ડસ્ટ્રીઝ હાલ મોટું નુકસાન કરી રહી છે. દિવાળીએ 1 મહિનાનું વેકેશન પડવાની ભીતિ આ વિષમ પરિસ્થિતિને કારણે નાના યુનિટો બંધ થવાના આરે આવી પહોંચ્યા છે અને કેટલાક એકમોમાં સાપ્તાહિક રજાઓ આપવાની શરૂઆત પણ થઈ ગઈ છે. સતત થઈ રહેલા આ મોટા નુકસાનને પગલે આગામી દિવાળીના તહેવારોમાં કારખાનાઓમાં કમ સે કમ 1 મહિનાનું લાંબુ વેકેશન પાડવાની નોબત આવી શકે છે. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે વીવર્સ દ્વારા આગામી 25 તારીખે એક મોટી મીટિંગ બોલાવવામાં આવી છે. જેમાં ઇન્ડસ્ટ્રીઝને નુકસાનમાંથી કેવી રીતે ઉગારવી તે મુદ્દે વિગતવાર ચર્ચા કરીને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કૂતરાએ રેતી ભરેલી ટ્રક ચલાવી!:પોલીસ સ્ટેશન બહારનો વીડિયો વાઇરલ; જીતુ વાઘાણીએ ફુલનો મુઠ્ઠો ભરી હવામાં ઉડાવ્યો, જુઓ VIDEO
    Next Article
    Chhatron ki Goonj | Akhilesh Yadav: बुजुर्ग महिला के अपमान पर क्या बोले अखिलेश? Rahul Gandhi Indore

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment