Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવ અધ્ધર:શરદ પૂર્ણિમાની રાતે વીજકાપની અફવા,લોકોના સતત કોલથી વીજ કંપની ધમધમી

    1 week ago

    શરદ પૂનમે દૂધ-પૌંઆ અને ગરબાની રમઝટ વચ્ચે વડોદરામાં સાંજે 4થી રાતના 12 વાગ્યા સુધી અંધારપટ રહેશે, તેવી અફવાએ હજારો ખેલૈયા અને આયોજકોના જીવ અધ્ધર કરી દીધા હતા. સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજથી એમજીવીસીએલની હેલ્પલાઇન પર સતત કોલ શરૂ થઈ ગયા હતા. શરદ પૂનમે રવિવારે રાજપૂત, સોની, બ્રાહ્મણ સહિતના સમાજના 10થી વધુ કાર્યક્રમ છે. જોકે ગ્રૂપમાં મેસેજ ફરતો થતાં લોકો દ્વારા એમજીવીસીએલમાં પૂછપરછ કરાઈ હતી. જોકે વીજ કર્મીઓએ મેસેજ ફેક હોવાનું જણાવતાં રાહત થઈ હતી. એક અંદાજ મુજબ વીજ કચેરીઓમાં બે દિવસથી રોજના 40થી 50 કોલ વીજકાપ અંગેની પૂછપરછ આવ્યા છે. જ્યારે સામાન્ય દિવસોમાં આ સંખ્યા નહિવત હોય છે. આ અફવા છે, કોઈ વીજકાપ નથી સોશિયલ મીડિયાનો મેસેજ અફવા છે. શહેરમાં રવિવારે વીજકાપ નથી. > પંકજ થાનાવાલા, સુપરિ. એન્જિનિયર, MGVCL કાપ ન હોવાની માહિતી મળતાં રાહત મળી રાજપૂત સમાજનો રવિવારે ગરબાનો કાર્યક્રમ છે. વીજકાપના મેસેજ મુદ્દે MGVCLની ઓફિસે ફોન કર્યો હતો. કર્મીએ વીજકાપ ન હોવાનું જણાવતાં રાહત થઈ હતી. > ભરત રાજપૂત, કારેલીબાગ લાઇટ વિના કાર્યક્રમ કેવી રીતે કરીશું તેની પૂછતાછ વીજકાપનો મેસેજ ફરતો થયો છે. જેથી રવિવારે પાર્ટીપ્લોટ પર કાર્યક્રમ છે તેઓ પૂછપરછ માટે પહોંચ્યા હતા કે, લાઇટ નહીં હોય તો કાર્યક્રમ કેવી રીતે કરીશું. > અનિલ પટેલ, પ્રમુખ, ફરાસખાના એસોસિયેશન
    Click here to Read More
    Previous Article
    વિશ્વાસમાં લેવા 10 હજાર પાઉન્ડ મોકલ્યા હોવાની નકલી રસીદ મોકલી:UKના વેપારીના નામે ઠગે મેટ્રિમોનિયલ સાઇટ પર વીડિયો ક્રિએટર યુવતીનો સંપર્ક કર્યો, ગિફ્ટ મોકલી હોવાનું કહી ₹7.52 લાખ પડાવ્યા
    Next Article
    ગુણવત્તાયુક્ત કામગીરી કરવા અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માગ:તાંદલજામાં નવા રોડ પર લાઇનમાં ભંગાણ ભૂવો પડતાં રહીશોનો બેનર સાથે વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment