Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વાસમાં લેવા 10 હજાર પાઉન્ડ મોકલ્યા હોવાની નકલી રસીદ મોકલી:UKના વેપારીના નામે ઠગે મેટ્રિમોનિયલ સાઇટ પર વીડિયો ક્રિએટર યુવતીનો સંપર્ક કર્યો, ગિફ્ટ મોકલી હોવાનું કહી ₹7.52 લાખ પડાવ્યા

    1 week ago

    ગોત્રીમાં રહેતી અને વીડિયો ક્રિએટર તરીકે કામ કરતી 30 વર્ષીય યુવતી સાયબર ગઠિયાની જાળમાં ફસાઈ છે. મેટ્રિમોનિયલ સાઇટ પર લગ્ન માટે પાત્ર શોધવાના પ્રયાસમાં તેણે 7.52 લાખ ગુમાવ્યા છે. યુવતીએ મેટ્રિમોનિયલ પોર્ટલ પર પ્રોફાઇલ બનાવી હતી. 1 જુલાઈએ તેના ફોન પર ઇંગ્લેન્ડના નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં પોતાનું નામ સુભાષ શર્મા હોવાનો અને 8 વર્ષથી ઇંગ્લેન્ડમાં વેપાર કરતો હોવાનો દાવો કર્યો હતો. બંને વચ્ચે સોશિયલ મીડિયા ચેટ અને વીડિયો કોલથી વાત થતી હતી. આરોપીએ એક મહિલા સાથે વાત કરાવી તે તેની માતા હોવાનું જણાવી લગ્ન કરવાનું નક્કી થયું હતું. તે પછી સુભાષ શર્માએ યુવતીને કહ્યું કે, તેના માટે મોંઘી ગિફ્ટ ખરીદી છે. બીજા દિવસે કુરિયર બોય તરીકે દિનેશ નામના શખ્સે સંપર્ક કરી પાર્સલ આવી ગયાનું જણાવી કસ્ટમ અને અન્ય ચાર્જના નામે 70 હજાર ઓનલાઇન પડાવી લીધા હતા. યુવતીને વિશ્વાસમાં લેવા સુભાષે વેસ્ટર્ન યુનિયનથી 10 હજાર પાઉન્ડ મોકલ્યાની નકલી રસીદ મોકલી હતી. આ રકમ મેળવવા ટેક્સ ભરવો પડશે તેમ કહી 85 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. તે પછી કહ્યું કે, પાર્સલ એરપોર્ટ પર અટકી ગયું છે, જે છોડાવવા વધુ 1 લાખ પડાવ્યા હતા. વિવિધ બહાને ઠગે 7.52 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. જે અંગે યુવતીએ સાયબર હેલ્પલાઇન અને પોલીસ મથકનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી છે. રૂબરૂ મળ્યા વગર અજાણી વ્યક્તિ સાથે વ્યવહાર ન કરો 1 મેટ્રિમોનિયલ કે સોશિયલ મીડિયા પર રૂબરૂ મળ્યા વગર અજાણી વ્યક્તિ સાથે નાણાકીય લેવડ-દેવડ ક્યારેય ન કરવી. 2 સરકારી કસ્ટમ વિભાગ ક્યારેય બેંક ખાતા કે યુપીઆઇ પર કસ્ટમ ડ્યૂટી કે દંડ વસૂલતું નથી. 3 સોશિયલ કે મેટ્રિમોનિયલ સાઇટ પર પ્રોફાઇલ ફોટોને ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચથી તપાસો અને ફોન નંબર પણ વેરિફાય કરો. 4 આવી જાળમાં ફસાવ તો 1930 પર સંપર્ક કરો. (આશિષ પટેલ, સાયબર નિષ્ણાત) મોબાઇલ નંબર-બેંક ખાતાની વિગતોના આધારે તપાસ શરૂ આરોપીઓના મોબાઇલ નંબર્સ, સોશિયલ મીડિયા અને જે બેંક ખાતા-ક્યૂઆરમાં નાણાં ટ્રાન્સફર થયાં છે તેની વિગતો મેળવી તપાસ શરૂ કરાઈ છે. > એમ.આર. ચાવડા, પીઆઈ
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર ઈ-નગર પોર્ટલના નવા વર્ઝન 2.0 ની કામગીરીથી વિલંબ:વલસાડમાં 23 દિ’થી વેરા વસુલાત બંધ, મિલ્કતધારકોના કામ અટક્યા
    Next Article
    જીવ અધ્ધર:શરદ પૂર્ણિમાની રાતે વીજકાપની અફવા,લોકોના સતત કોલથી વીજ કંપની ધમધમી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment