Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    20 દિવસમાં 23 મગરોનું સલામત રેસ્ક્યુ:ચોમાસામાં જળસ્તર વધતાં વિશ્વામિત્રીમાંથી મગરોનો વસવાટ સોસાયટીઓ અને શાળા પરિસરમાં ઘૂસતા વન વિભાગ દ્વારા તમામને સલામત રીતે છોડાયા

    2 days ago

    છેલ્લા 15થી 20 દિવસ દરમિયાન વડોદરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત જામેલા વાદળછાયા વાતાવરણ અને ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદી તથા અન્ય જળાશયોના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. પાણીનું સ્તર વધતાં વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મગરો બહાર નીકળીને લોકોના ઘરોમાં, સોસાયટીઓમાં, જાહેર માર્ગો તેમજ શાળાના પરિસરોમાં ઘૂસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેને વન વિભાગ તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 20 દિવસમાં 23 મગરોનું સફળ રેસ્ક્યૂ વડોદરાના આર.એફ.ઓ. અનિતા બારિયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વરસાદની મોસમ શરૂ થયા બાદ નદીના પાણી વધતાં અનેક મગરો રહેણાંક વિસ્તારો તરફ આવી ચડ્યા છે. કેટલાક મગરો પોતે જ પરત પાણીમાં ચાલ્યા જાય છે, પરંતુ જ્યારે રહેણાંક વિસ્તારમાંથી સ્થાનિક રહીશો દ્વારા જાણ કરવામાં આવે ત્યારે વન વિભાગ અને જીવદયા પ્રેમીઓ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ કરવામાં આવે છે. છેલ્લા 20 દિવસમાં કુલ 23 મગરોનું રેસ્ક્યૂ કરી તેમને સલામત સ્થળે પુનઃ નદીમાં મુક્ત કરવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે હાલ સુધી મગરે કોઈ વ્યક્તિ પર સીધો હુમલો કર્યો હોવાની ઘટના બની નથી. પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને સતત મળતા કૉલ ચોમાસા દરમિયાન શહેરમાં મગરો તેમજ અન્ય સરિસૃપો બહાર આવતાં ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાની હેલ્પલાઈન પર સતત કોલ આવી રહ્યા છે. સંસ્થાના રાજેશ ભાવસારે જણાવ્યું હતું કે, જનસુરક્ષા અને વન્યજીવ સંરક્ષણની જવાબદારી સમજીને ટીમ તાત્કાલિક હરકતમાં આવે છે. હેલ્પલાઈન પર મળતી માહિતીના આધારે સંસ્થાના અનુભવી વોલન્ટિયર્સ રમેશ યાઈસ, સંદીપ ઠાકોર તથા ચિરાગ ઠાકોરની ટીમે સ્થળ પર પહોંચી સુનિયોજિત કામગીરી હાથ ધરી હતી. શાળા પરિસર અને નિમેટા વોટર પ્લાન્ટ સુધી પહોંચ્યા મગર ટીમ દ્વારા વડોદરાના સયાજીગંજ વિસ્તાર અને જેલ રોડ પરથી મગરોનું રેસ્ક્યૂ કરાયું હતું. આ ઉપરાંત, શહેર બહારના અંતરિયાળ વિસ્તારો જેવાં કે ધનયાવી ગામ, આજવા ખાતે આવેલી પ્રાથમિક શાળાના પરિસર તેમજ નિમેટા વોટર પ્લાન્ટ જેવા સંવેદનશીલ સ્થળોએ પણ મગરો ઘૂસી આવ્યા હતા. શાળા પરિસર અને વોટર પ્લાન્ટમાં મગર આવી જવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જેને ટીમે સફળતાપૂર્વક પકડી પાડ્યા હતા. સાવચેતી અને ટેકનિકલ કુશળતાથી કામગીરી સંસ્થાના સ્વયંસેવકોએ સંપૂર્ણ સાવચેતી અને ટેકનિકલ કુશળતા દાખવીને મગરોને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સહી-સલામત રીતે પકડી પાડ્યા હતા. પકડવામાં આવેલા તમામ મગરોને વન વિભાગની ટીમને સુપ્રત કરવામાં આવ્યા છે, જ્યાંથી તેમને તેમના કુદરતી આવાસમાં સલામત રીતે છોડી દેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    તાપી કલેક્ટર દેવ ચૌધરીની અનોખી પહેલ:આંગણવાડીના બાળકો સાથે જમીન પર બેસી સંવાદ કર્યો
    Next Article
    CM વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યાત્રાની શરૂઆત કેનેડાથી કરશે:બંને દેશો 2030 સુધીમાં 70 અબજ ડૉલરના વેપારનો લક્ષ્ય, મૂળ વડોદરાના ઉદ્યોગપતિની કેનેડા સરકારના મંત્રી સાથે ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment