Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી કલેક્ટર દેવ ચૌધરીની અનોખી પહેલ:આંગણવાડીના બાળકો સાથે જમીન પર બેસી સંવાદ કર્યો

    2 days ago

    તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી સરકારી યોજનાઓનું 100 ટકા અમલીકરણ સુનિશ્ચિત કરવા સઘન ક્ષેત્રીય મુલાકાતો લઈ રહ્યા છે. આ અંતર્ગત તેમણે સોનગઢ તાલુકાના લવચાલી ગામની આંગણવાડી કેન્દ્રની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાત વહીવટી તંત્ર અને પ્રજા વચ્ચે સેતુ સમાન બની રહી હતી. આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશતા જ કલેક્ટર ચૌધરીએ પ્રોટોકોલ છોડી બાળકો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેઓ બાળકોની વચ્ચે જમીન પર ચટાઈ પર બેઠા હતા. તેમના સરળ અને બાળસ્નેહી વ્યવહારથી બાળકો પણ ઉત્સાહભેર તેમની સાથે ભળી ગયા હતા. કલેક્ટરે સરકારી યોજનાઓની જમીની સ્તરે અસરકારકતા ચકાસી હતી. તેમણે બાળકોને 'દૂધ સંજીવની યોજના' હેઠળ મળતા પોષણયુક્ત આહાર વિશે પૂછ્યું હતું. તેમણે બાળકોને 'દૂધ ગ્લાસમાં પીધું કે થેલીથી?' તેવો પ્રશ્ન કર્યો હતો. બાળકોએ એકસૂરે 'ગ્લાસમાં' જવાબ આપ્યો હતો. આ પદ્ધતિથી યોજનાના વાસ્તવિક અમલીકરણ અને ગુણવત્તાની પારદર્શક ચકાસણી થઈ હતી.મુલાકાત દરમિયાન કલેક્ટરે આંગણવાડી કેન્દ્રમાં ઉપલબ્ધ સંતુલિત આહાર અને પોષણક્ષમતા દર્શાવતા ચાર્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે બાળકોના સર્વાંગી વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા કરી હતી. આ સરપ્રાઈઝ વિઝીટથી સ્થાનિક સ્તરે સરકારી યોજનાઓના અમલીકરણમાં પારદર્શિતા અને સંતોષકારક સ્થિતિ જોવા મળી હતી, જેની ગ્રામજનો અને પત્રકાર આલમ દ્વારા પણ પ્રશંસા થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ:શેરબજારમાં ગેરકાયદેસર રીતે ભાવની વધઘટ પર જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા, રૂ. 1.11 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    20 દિવસમાં 23 મગરોનું સલામત રેસ્ક્યુ:ચોમાસામાં જળસ્તર વધતાં વિશ્વામિત્રીમાંથી મગરોનો વસવાટ સોસાયટીઓ અને શાળા પરિસરમાં ઘૂસતા વન વિભાગ દ્વારા તમામને સલામત રીતે છોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment